Banaskantha: દિયોદરમાં આખલાએ 2 વ્યક્તિને અડફેટે લીધા, સારવાર દરમિયાન એકનું મોત, જુઓ Video
બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં આખલાએ બે લોકોને અડફેટે લીધાની ઘટના સામે આવી છે. દિયોદરના જાડા ગામે આખલાએ આતંક મચાવતા બે વ્યક્તિઓને મંગળવારે અડફેટે લીધા હતા. જે બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને લઈ બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 50 વર્ષીય આધેડનુ સારવાર દરમિયાન મોત નિપજ્યાના સમાચાર આવે છે. જ્યારે અન્ય એક હજુ પણ સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાની માહિતી મળી રહી છે.

આ પણ વાંચોઃ અરવલ્લી જિલ્લામાં એક માસમાં 388 લોકોને શ્વાને બચકાં ભર્યા, 5 વર્ષની બાળકીને અમદાવાદ ખસેડાઈ
જાડા ગામમાં બંને વ્યક્તિઓને અડફેટે લેતા મૃતકને છાતીના ભાગે ઈજા પહોંચી હતી. છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાને લઈ તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. પરંતુ સારવાર હેઠળ હોવા દરમિયાન તેઓનુ મોત નિપજ્યુ છે. આમ આખલાના આતંકને લઈ વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો છે. રાજ્યમાં અનેક સ્થળે હાલમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યા આખલાઓનો પણ આતંક વધવા લાગતા અને જીવલેણ હુમલા કરવાની ઘટના સામે આવી રહી છે.