Ahmedabad Video : કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાના કેસમાં કોંગ્રેસના 5 કાર્યકરોની જામીન અરજી કોર્ટે ફગાવી

|

Jul 11, 2024 | 2:56 PM

અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ પોલીસે 5 કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરી હતી, આ 5 કાર્યકર્તાઓ હાલ જ્યુડિશ્યલ કસ્ટડીમાં છે. કોંગ્રેસના 5 કાર્યકર્તાની જામીન અરજી કોર્ટે ફગાવી છે.

અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ પોલીસે 5 કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરી હતી, આ 5 કાર્યકર્તાઓ હાલ જ્યુડિશ્યલ કસ્ટડીમાં છે. કોંગ્રેસના 5 કાર્યકર્તાની જામીન અરજી કોર્ટે ફગાવી છે. કોંગ્રેસના કાર્યકરોને હજુ જેલમાં જ રહેવુ પડશે. ધરપકડ કરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. વર્તમાન સમયમાં 5 કાર્યકર્તા અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. ગઈકાલે બંને પક્ષે સુનાવણી બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.

શું હતી સમગ્ર ઘટના

ગઈ 1 જુલાઈ 2024ના રોજ લોકસભામાં વિપક્ષનેતા રાહુલ ગાંધીએ વિવાદિત ટિપ્પણી કરતા 2 જુલાઈના રોજ અમદાવાદમાં કોંગ્રેસના મુખ્ય કાર્યાલય આગળ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયુ હતુ. જેમાં પોલીસે 5 કાર્યકર્તાની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય 21 કાર્યકર્તા નાસતા ફરે છે.

Next Video