અમદાવાદઃ રાયપુરમાં પથ્થર પેવિંગ અટકાવાયું, નબળી કામગીરી થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોનો વિરોધ, જુઓ વીડિયો

|

Jul 26, 2024 | 4:58 PM

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા પથ્થર પેવિંગમાં ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાના આક્ષેપ ઉઠ્યા છે. રાયપુરના ઢાળની પોળમાં પથ્થર પેવિંગની કામગીરી નબળી કરવામાં આવી રહી છે. ચોમાસામાં તંત્ર દ્વારા કામગીરી કરાવવામાં આવી રહી છે. જેમાં રેતી વડે જ પથ્થરની કામગીરી કરવામાં આવતી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે.

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા પથ્થર પેવિંગમાં ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાના આક્ષેપ ઉઠ્યા છે. રાયપુરના ઢાળની પોળમાં પથ્થર પેવિંગની કામગીરી નબળી કરવામાં આવી રહી છે. ચોમાસામાં તંત્ર દ્વારા કામગીરી કરાવવામાં આવી રહી છે. જેમાં રેતી વડે જ પથ્થરની કામગીરી કરવામાં આવતી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે.

જેમાં પથ્થરોના સાંધા જ માત્ર સિમેન્ટ વડે ભરવામાં આવે છે. જયારે નીચે રેતી ભરવામાં આવે છે. જે વરસાદ હોવા દરમિયાન કામ કરતા રેતી ધોવાઈ જાય છે અને પેવિંગનું કામ નબળું થવા પામે છે. આ માટે ડેપ્યુટી કમિશ્નરને પણ વાત કરતા આખરે કામકાજ અટકાવી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ચાંદીપુરાને લઈ અરવલ્લી અને સાબરકાંઠાની મુલાકાતે પહોંચી કેન્દ્રીય ટીમ, નિષ્ણાંતો દ્વારા રુબરુ નિરીક્ષણ કરાયું, જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:18 pm, Fri, 26 July 24

Next Video