VIDEO : સુરતીઓ ખાસ ધ્યાન આપે ! શહેરના સરથાણા, વરાછા અને ઉધના સહિતના વિસ્તારોને બે દિવસ નહી મળે પાણી

પાઈપલાઈનની કામગીરીના પગલે 3 અને 4 ફેબ્રુઆરી એમ બે દિવસ પાણી નહીં મળે. પાણીકાપને લઈ 18 લાખ લોકોને અસર થશે. જેથી કોર્પોરેશને શહેરીજનોને પાણીનો ઉપયોગ કરકસર યુક્ત કરવા અપીલ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 12:22 PM

સુરતના ત્રણ ઝોનના લોકોને આજે પાણીકાપનો સામનો કરવો પડશે. શહેરના સરથાણા, વરાછા અને ઉધના વિસ્તારમાં પાણીકાપ મુકવામાં આવશે. પાઈપલાઈનની કામગીરીના પગલે 3 અને 4 ફેબ્રુઆરી એમ બે દિવસ પાણી નહીં મળે. પાણીકાપને લઈ 18 લાખ લોકોને અસર થશે. જેથી કોર્પોરેશને શહેરીજનોને પાણીનો ઉપયોગ કરકસર યુક્ત કરવા અપીલ કરી હતી. પાણીકાપના પગલે લોકોને ભારે હાલાકી પડશે.

પાણીકાપના પગલે લોકોને ભારે હાલાકી

આ અગાઉ સુરતના સીમાડા જળવિતરણ મથકની સામે આવેલી વ્રજચોક ખાડી પરની લાઈનના જોડાણને પગલે પાણીકાપ મુકવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો હતો.  11 અને 12 જાન્યુઆરીએ કુલ 4 ઝોનમાં પાણી કાપ કરવામાં આવ્યો હતો. તેની અસર કુલ 10 લાખ લોકો પર જોવા મળી હતી. રો-વોટરની પાઈપલાઈન શિફટ કરવાની કામગીરી પૂર્ણ થયા બાદ પાઈપલાઈનનું જોડાણ કરવામાં આવશે. ત્યાર બાદ તરત જ પાણીનો પુરવઠો ફરી રાબેતા મુજબ લોકોને મળવા લાગ્યો હતો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">