AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વીડિયો: બોર્ડની પરીક્ષા અગાઉ વિદ્યાર્થીઓનો ડર દૂર કરવાનો પ્રયાસ, ધોરણ-10ની પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન

વીડિયો: બોર્ડની પરીક્ષા અગાઉ વિદ્યાર્થીઓનો ડર દૂર કરવાનો પ્રયાસ, ધોરણ-10ની પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન

Narendra Rathod
| Edited By: | Updated on: Jan 27, 2024 | 3:04 PM
Share

ગુજરાતમાં આગામી માર્ચ મહિનામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની શરૂઆત થવાની છે. જે પહેલા વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા ધોરણ 10ની પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. બોર્ડની પદ્ધતિ મુજબ 5 મુખ્ય વિષયોની પ્રિ-બોર્ડ પરીક્ષા લેવાઇ રહી છે.

ગુજરાતમાં આગામી માર્ચ મહિનામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની શરૂઆત થવાની છે. જે પહેલા વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા ધોરણ 10ની પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. બોર્ડની પદ્ધતિ મુજબ 5 મુખ્ય વિષયોની પ્રિ-બોર્ડ પરીક્ષા લેવાઈ રહી છે.

અમદાવાદ શહેરની 552 જેટલી શાળાના 46,000થી વધારે વિદ્યાર્થીઓ પ્રિ બોર્ડ પરીક્ષા આપી રહ્યા છે. 27 જાન્યુઆરીથી એટલે કે આજથી 6 ફેબ્રુઆરી સુધી પ્રિ-બોર્ડ પરીક્ષા લેવાશે. ધોરણ 10માં મહત્વના ગણાતા એવા ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી વિષયની પરીક્ષા લેવામાં આવશે.

આ પણ વાંચો- પંચમહાલ વીડિયો: ગોધરાની નામાંકિત હોટલમાં ઈડલી સંભારમાંથી નીકળ્યો વંદો, ગ્રાહકે ફરિયાદ કરતા દાદાગીરી કર્યાનો આક્ષેપ

આગામી જાન્યુઆરી માસમાં શાળા કક્ષાએ પ્રિલિમ પરીક્ષાનું આયોજન થવાનું છે, જેની સાથે જ જિલ્લા શિક્ષણ વિભાગ આ પરીક્ષાનું સંચાલન કરશે. જેની ખાસિયત એ છે કે બોર્ડની પરીક્ષાની માફક જ આ પરીક્ષા લેવામાં આવશે, એટલે કે પ્રશ્નપત્ર પણ સેન્ટ્રલાઈઝ પદ્ધતિથી કાઢવામાં આવશે. CCTV, ખાખી સ્ટીકર, બોર્ડ સ્ક્વોડ સહિતની બાબતોનું ધ્યાન રાખવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">