અમદાવાદ શહેરમાં ફરી તેજ રફતારનો કહેર ! વિશાલા હોટેલ નજીક પૂર ઝડપે આવતી કારે રિક્ષાચાલકને લીધો અડફેટે, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વાર અકસ્માતની ઘટના બની છે. વિશાલા હોટેલ નજીક પૂર ઝડપે આવતી કારે રિક્ષાચાલકને અડફેટે લીધો છે. કારચાલક પોલીસકર્મીએ અકસ્માત સર્જોયો છે.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વાર અકસ્માતની ઘટના બની છે. વિશાલા હોટેલ નજીક પૂર ઝડપે આવતી કારે રિક્ષાચાલકને અડફેટે લીધો છે. કારચાલક પોલીસકર્મીએ અકસ્માત સર્જોયો છે. જેમાં રિક્ષાચાલક ઈજાગ્રસ્ત થયો છે. તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કારચાલક નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને કારચાલકને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કારચાલક નશાની હાલતમાં હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરતા પોલીસે કારચાલકનો બ્રેથ એનાલાઈઝરથી ટેસ્ટ કર્યો હતો. પરંતુ કારચાલકનો બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. જેથી વધુ તપાસ માટે કારચાલકના બ્લડ સેમ્પલ લેવાયા છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં પણ દિવસે દિવસે તેજ રફતારનો કહેર જોવા મળે છે. ત્યારે વિશાલા હોટેલ નજીક પૂર ઝડપે આવતી કારે રિક્ષાચાલકને અડફેટે લીધો છે. કારચાલક પોલીસકર્મીએ અકસ્માત સર્જોયો છે. જેમાં રિક્ષાચાલક ઈજાગ્રસ્ત થયો છે. તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી છે.
