ખેડાના જિલ્લામાં આવેલા વડતાલ મંદિરમાં અનોખો શણગાર કરાયો છે. મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. રંગબેરંગી લાઈટના શણગારથી મંદિર પરિસરમાં ભવ્ય નજારો સર્જાયો હતો. મહત્વનું છે કે વડતાલ મંદિરનો 200 વર્ષ પૂર્ણ થતા 7થી 15 નવેમ્બર દરમિયાન દ્વિશતાબ્દી મહોત્સવ યોજાવવાનો છે. મહોત્સવ પહેલા મંદિરમાં અનોખી શોભા જોવા મળી રહી છે.
આ તરફ નૂતન વર્ષના પ્રારંભે સોમનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે.પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. મંદિરના દ્વાર ખુલતાની સાથે જ દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની લાઈન લાગી હતી.નૂતન વર્ષે સોમનાથ મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી છે.
બીજી તરફ ગઈકાલે ખેડામાં ડાકોરના રણછોડજી મંદિરમાં અન્નકૂટની લૂંટનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ સમગ્ર કાર્યક્રમ પોલીસની હાજરીમાં નાગરિકોએ લૂંટ કરી હતી. 80 ગામના નાગરિકોએ ભગવાનને ધરાવાયેલા અન્નકૂટની લૂંટ કરી હતી. રણછોડરાયજી મંદિરમાં વર્ષોથી પ્રસાદ લૂંટવાની અનોખી પરંપરા ચાલી આવે છે.