Somnath Temple Closed : કોરોનાના કારણે સોમનાથ જ્યોતિર્લીંગ મુખ્ય મંદિર સહીત અન્ય મંદિરો બંધ કરવામાં આવ્યાં

Somnath Temple Closed : સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા 11 એપ્રિલથી આગલા નિર્ણય સુધી સોમનાથ મંદિર જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યું.

| Updated on: Apr 10, 2021 | 4:00 PM

Somnath Temple Closed : ગીર સોમનાથ જિલ્લા (Gir Somnath District) માં આવેલું વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર (Somnath Temple) કોરોનાના કારણે બંધ કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા 11 એપ્રિલથી આગલા નિર્ણય સુધી સોમનાથ મંદિર જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યું છે.

11 એપ્રિલથી બંધ રહેશે મંદિર
રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને પ્રથમ જ્યોતિર્લીંગ શ્રી સોમનાથ મહાદેવનું મંદિર (Somnath Temple) બંધ કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આવતીકાલ 11 એપ્રિલને રવિવારથી આગલા નિર્ણય સુધી જાહેરત જનતા માટે બંધ કરવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટમાં આ નિર્ણય અંગે કહેવામાં આવ્યું છે – “11-04-2021થી સોમનાથ મંદિર ભાવિક ભક્તોના દર્શન માટે આગલા નિર્ણય સુધી બંધ રહેશે. ભાવિક ભક્તો વેબસાઈટ દ્વારા ઓનલાઈન પૂજાનું બુકિંગ કરાવી શકે છે.”

ઓનલાઈન પૂજાનું બુકિંગ શરૂ
સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિર ભાવિક ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યું છે,પણ ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન પૂજાનું બુકિંગ શરૂ રાખવામાં આવ્યું છે. ગત વર્ષે પણ સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભાવિકોની વધતી જતી ભીડ અને કોરોનાને ધ્યાનમાં રાખી ઓનલાઈન દર્શન બુકિંગ અને પાસ સિસ્ટમ ફરજિયાત લાગુ કરી દર્શન વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

સોમનાથ મંદિર સાથે આ મંદિરો પણ બંધ
સોમનાથ મંદિર સાથે ભીડભંજન મંદિર, ભાલકાતીર્થ સહીતના તમામ મંદિરો બંધ કરવામાં આવ્યા છે. રાજ્ય સહીત દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. સોમનાથ મંદિરમાં રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યમાંથી પણ લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે અને પ્રવાસનું આયોજન કરે છે. સોમનાથ મંદિરે સોમવારે અને રવિવારે તેમજ રજાના દિવસે લોકોની ભીડ જોવા મળતી હોય છે. આથી કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિર (Somnath Temple) બંધ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

9 એપ્રિલે રાજ્યમાં 4541 નવા કેસ, 42 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં 9 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 4541 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 42 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં સુરતમાં સૌથી વધુ 15, અમદાવાદમાં 12, રાજકોટમાં 4, વડોદરામાં 6 અને ભાવનગર, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર અને જામનગરમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે.રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 4,697 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3,37,015 થઇ છે.

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">