Sokhda Haridham Controversy : પ્રબોધ સ્વામી ભક્તો સાથે સુરતમાં રોકાણ કરે તેવી શક્યતા

Sokhda Haridham Controversy : પ્રબોધ સ્વામી ભક્તો સાથે સુરતમાં રોકાણ કરે તેવી શક્યતા

| Edited By: | Updated on: Apr 21, 2022 | 4:51 PM

હરિના ધામ સોખડામાં ( Sokhda Haridham ) નીત નવા વિવાદ સર્જાઇ રહ્યા છે. જેમાં હરિધામ સોખડા પ્રેમસ્વરૂપ અને પ્રબોધ સ્વામી એમ બે જૂથમાં વહેંચાઇ ગયું છે અને અહીં સંતો તથા સત્સંગીઓ સંતોના બે જૂથોમાં કાર્યરત છે. સંસ્થાના કર્તાહર્તા એવા હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ મંદિરમાં જૂથવાદ વધ્યો અને હરિધામ સોખડાની ગાદી હસ્તક કરવા બે જૂથો વચ્ચે કાવાદાવા શરૂ થયા છે.

ગુજરાતમાં(Gujarat) વડોદરાના સોખડા હરિધામનો વિવાદ છેક હાઇકોર્ટે (Highcourt)સુધી પહોંચ્યો છે. જેમાં હરિધામ સોખડાના (Sokhda Haridham) બે જૂથ વચ્ચેના વિવાદ બાદ હવે પ્રબોધ સ્વામી પોતાના ભક્તો સાથે સુરત જિલ્લામાં રોકાણ કરી શકે તેવી ચર્ચા ચાલી રહી છે.. સુરત જિલ્લાના કોળી ભરથાણાં ગામમાં હરિભક્તોએ તૈયારીઓ પણ કરી લીધી છે. શક્યતા છે કે  પ્રબોધ સ્વામી આત્મીય વિદ્યામંદિરની સામે રોકાણ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, જેમાં હરિના ધામમાં નીત નવા વિવાદ સર્જાઇ રહ્યા છે. જેમાં હરિધામ સોખડા પ્રેમસ્વરૂપ અને પ્રબોધ સ્વામી એમ બે જૂથમાં વહેંચાઇ ગયું છે અને અહીં સંતો તથા સત્સંગીઓ સંતોના બે જૂથોમાં કાર્યરત છે. સંસ્થાના કર્તાહર્તા એવા હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ મંદિરમાં જૂથવાદ વધ્યો અને હરિધામ સોખડાની ગાદી હસ્તક કરવા બે જૂથો વચ્ચે કાવાદાવા શરૂ થયા એકબીજાનું નીચુ દેખાડવા બંને જૂથે આમને-સામને અનેક આક્ષેપ કર્યા અને નીતનવા વિવાદ શરૂ કર્યા છે.

હરિપ્રસાદ સ્વામીએ પોતાની હયાતીમાં પ્રેમસ્વરૂપ સ્વામી અને ત્યાગવલ્લભ સ્વામીને સંસ્થાના સંચાલનની જવાબદારી સોંપી હતી. પરંતુ હરિધામમાં એક જૂથ પ્રબોધ સ્વામીને ગુણાતીત માને છે…અને પ્રેમસ્વરૂપ સ્વામીના સમર્થકો પ્રબોધ સ્વામીને ગુરૂપદે સ્વીકારવા તૈયાર નથી. મહત્વપૂર્ણ છે કે મંદિરમાં ઘર કરી રહેલા જૂથવાદ મુદ્દે જે તે સમયે હરિપ્રસાદ સ્વામી લાલ આંખ કરી ચૂક્યા હતા અને તેથી જ હરિપ્રસાદ સ્વામીએ અન્ય ગુણાતીત ન હોવાનું નિવેદન આપીને ગર્ભિત ઇશારો કર્યો હતો..જોકે પોતાના ગુરૂનો ઉપદેશ ભૂલેલા સંતો સંપ્રદાયને બદનામ કરી રહ્યા છે અને ધર્મનું રાજકારણ પોલીસ સ્ટેશન બાદ હવે હાઇકોર્ટ સુધી પહોંચ્યું છે

આ પણ વાંચો :  કંડલા પોર્ટ પર કરોડોનું ડ્રગ્સ ઝડપાતા ફરી ખળભળાટ, ડ્રગ્સની અંદાજિત કિંમત 1250 કરોડ રૂપિયા

આ પણ વાંચો : Ahmedabad: ગૌતમ અદાણીને મળવા સામેથી તેમની ઓફિસે પહોંચ્યા બ્રિટનના વડાપ્રધાન, જાણો શું છે કારણ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો