કંડલા પોર્ટ પર કરોડોનું ડ્રગ્સ ઝડપાતા ફરી ખળભળાટ, ડ્રગ્સની અંદાજિત કિંમત 1250 કરોડ રૂપિયા

પ્રાથમિક અહેવાલ અનુસાર, આ હેરોઈન (Drugs) અફઘાનિસ્તાનમાંથી આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. આ વખતે ઝડપાયેલું હેરોઇન પણ પાવડરની આડમાં લાવવામાં આવતુ હતું.આ ડ્રગ્સ એકદમ પ્યોર ફોર્મમાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 3:30 PM

Kutch: રાજ્યમાં કંડલા (Kandla port) પોર્ટ પર ફરીથી હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ (Drugs) ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાત ATS અને DRIની સંયુક્ત ટીમોએ કંડલા પોર્ટ પરથી 250 કિલો જેટલું હેરોઈન ઝડપી પાડ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 1250 કરોડ રુપિયા જેટલી થાય છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, આ હેરોઈન અફઘાનિસ્તાનમાંથી આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. આ વખતે ઝડપાયેલું હેરોઇન પણ પાવડરની આડમાં લાવવામાં આવતુ હતું.આ ડ્રગ્સ એકદમ પ્યોર ફોર્મમાં છે.સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત ATSને આ ડ્રગ્સ અંગેની માહિતી મળી હતી જે બાદ તેની પર DRIએ કાર્યવાહી કરી હતી. જેમાં એક કન્ટેનરમાં 250 કિલો ડ્રગ્સ હતું.

હવે જો, ગુજરાત ATSએ વર્ષ 2015થી 2021 દરમિયાન NDPSને લગતી કાર્યવાહી પર નજર કરીએ તો, વર્ષ 2015માં 91.23 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું હતું, જેની કુલ કિંમત 2.73 લાખ હતી.વર્ષ 2016માં 303 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું.વર્ષ 2018માં 14.85 કરોડનું, વર્ષ 2019માં 527 કરોડ રૂપિયાનું, વર્ષ 2020માં 177 કરોડનું, તો વર્ષ 2021માં 301 કરોડનું ડ્રગ્સ ઝડપાયું.આમ કુલ 7 વર્ષમાં ગુજરાતમાંથી 1323 કરોડનું ડ્રગ્સ ઝડપાયું.એટલે કે સાત વર્ષમા કુલ જેટલું ડ્રગ્સ ઝડપાયું, તેટલું ડ્રગ્સ એક જ વખતમાં આજે કંડલા પોર્ટ પરથી જપ્ત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :સત્ય અને અહિંસાથી દુનિયા કેવી રીતે બદલી શકાય તેનું ઉદાહરણ વિશ્વને ગાંધીજીએ પૂરું પાડ્યું : બોરિસ જોન્સન

આ પણ વાંચો :અબુ સાલેમની મુક્તિ અંગે સરકારના જવાબથી સુપ્રીમ કોર્ટ અસંતુષ્ટ, આગામી સુનાવણી 5 મેના રોજ

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">