Tapi : ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એકની ધરપકડ કરી 41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, જુઓ Video
ગુજરાતમાં દારુબંધી હોવા છતા અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે તાપીના ઉચ્છલમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે. ઉચ્છલમાંથી ટ્રકમાંથી વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે.
ગુજરાતમાં દારુબંધી હોવા છતા અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે તાપીના ઉચ્છલમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે. ઉચ્છલમાંથી ટ્રકમાંથી વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે. પોલીસને અંધારામાં રાખી મોનિટરિંગ સેલના દરોડા પાડ્યા છે. ટ્રકમાં વડોદરા લઈ જવાતો દારુને બાતમીના આધારે SMCએ ઝડપી પાડ્યો છે. 41 લાખ 48 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. SMCની કાર્યવાહીમાં ઉચ્છલ પોલીસ ઉંઘતી ઝડપાઈ છે. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે દારૂ મંગાવનાર સહિત બે વોન્ટેડ જાહેર કર્યા છે.
ગોત્રીમાંથી ઝડપાયું જુગારધામ
બીજી તરફ વડોદરાના ગોત્રી વિસ્તારમાં બાતમીના આધારે જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા છે. PCBએ દરોડા પાડીને 17 જુગારીઓને ઝડપ્યા છે. ગોત્રી વિસ્તારમાં જુગાર રમાડનાર ફિરોજ બારોટ સહિત 17ની જુગારીઓની પોલીસે ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે 1.56 લાખની રોકડ સહિત 3 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
