Surat : દશેરાના તહેવાર પહેલા મનપા એક્શનમાં, વિવિધ દુકાનોમાંથી લેવાયા ફાફડા અને જલેબીના સેમ્પલ,જુઓ Video
આગામી તહેવારોમાં લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય તે માટે સુરતમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. ત્યારે સુરતમાં દશેરાના તહેવાર પહેલા મનપા એકશનમાં આવી છે. શહેરના વિવિધ ઝોનમાં આરોગ્ય વિભાગના દરોડા પાડ્યા છે.
આગામી તહેવારોમાં લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય તે માટે સુરતમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. ત્યારે સુરતમાં દશેરાના તહેવાર પહેલા મનપા એકશનમાં આવી છે. શહેરના વિવિધ ઝોનમાં આરોગ્ય વિભાગના દરોડા પાડ્યા છે. ફાફડા-જલેબીના વેચાણકર્તાઓને ત્યાં તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. વિવિધ દુકાનોમાંથી ફાફડા અને જલેબીના સેમ્પલ લેવાયા છે. નમૂના સીલ કરી લેબોરેટરીમાં તપાસ માટે મોકલાશે. રિપોર્ટ નેગેટિવ આવશે તો કડક પગલાં લેવાશે.
ફાફડા-જલેબીના વેચાણકર્તાઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા
ઉલ્લેખનીય છે કે ખાવાના શોખીન સુરતીલાલાઓ દશેરાએ લાખો ટન ફાફડા જલેબી આરોગી જતા હોય છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ બોલાવાઈ રહ્યો છે.
