અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ માટે ‘PRAMAN’ એપ લોન્ચ, ફરજ વ્યવસ્થામાં આવશે ડિજિટલ પારદર્શિતા

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ માટે ‘PRAMAN’ એપ લોન્ચ, ફરજ વ્યવસ્થામાં આવશે ડિજિટલ પારદર્શિતા

| Edited By: | Updated on: Dec 29, 2025 | 9:38 PM

અમદાવાદ ટ્રાફિક પોલીસ માટે ‘પ્રમાણ’ એપ લોન્ચ કરવામાં આવી છે, આ એપ્લિકેશનમાં એવી સુવિધાઓ છે જેના વડે ટ્રાફિક પોલીસની કામગીરી વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનશે.

અમદાવાદમાં ટ્રાફિક પોલીસકર્મીઓની ફરજ વ્યવસ્થાને વધુ સુગમ, પારદર્શક અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે ‘પ્રમાણ’ નામની નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ દ્વારા ટ્રાફિક પોલીસકર્મીઓનો રોલકોલ, ફરજ સંબંધિત મેનેજમેન્ટ અને દૈનિક કામગીરીની સંપૂર્ણ માહિતી એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે.

‘પ્રમાણ’ એપમાં પોલીસકર્મીઓને તેમના ફરજના દિવસ, સમય અને નિમણૂક કરાયેલ સ્થળ અંગેની વિગતો મળશે. ઉપરાંત, ફરજ દરમિયાન તેમની લોકેશન અપડેટ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે, જેના કારણે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ફરજ પરની દેખરેખ વધુ અસરકારક રીતે રાખી શકાશે.

એપ્લિકેશનમાં પોલીસકર્મીઓ રજા માટે ઓનલાઈન અરજી પણ કરી શકશે, જેથી કાગળ આધારિત પ્રક્રિયાથી મુક્તિ મળશે. સાથે જ, એપ દ્વારા ફરજની હાજરી, સમયપાલન અને કામગીરીની મોનીટરીંગ સરળ બનશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘પ્રમાણ’ એપથી ટ્રાફિક વ્યવસ્થામાં કાર્યક્ષમતા વધશે અને શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે.

શું તમે પણ લો છો વગર પ્રિસ્ક્રિપ્શન એન્ટિબાયોટિક્સ દવાઓ- આજથી જ ચેતી જજો, વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 29, 2025 09:35 PM