ન્યૂ યર પહેલા નશાખોરોની ખેર નહીં ! સિંધુ ભવન કાફેમાં SOG નું સરપ્રાઈઝ ઓપરેશન, ડ્રગ્સ ટેસ્ટિંગનું સ્પેશિયલ અભિયાન હાથ ધરાયું – જુઓ Video

ન્યૂ યર પહેલા નશાખોરોની ખેર નહીં ! સિંધુ ભવન કાફેમાં SOG નું સરપ્રાઈઝ ઓપરેશન, ડ્રગ્સ ટેસ્ટિંગનું સ્પેશિયલ અભિયાન હાથ ધરાયું – જુઓ Video

| Edited By: | Updated on: Dec 25, 2025 | 10:00 PM

અમદાવાદમાં ન્યૂ યરની ઉજવણી પહેલા જ પોલીસ એક્શન મોડમાં આવી છે. યુવાઓ નશાના રવાડે ના ચડે અને પાર્ટીઓમાં ડ્રગ્સનું સેવન અટકાવવા માટે SOG ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં સરપ્રાઈઝ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

અમદાવાદમાં ન્યૂ યરની ઉજવણી પહેલા જ પોલીસ એક્શન મોડમાં આવી છે. યુવાઓ નશાના રવાડે ના ચડે અને પાર્ટીઓમાં ડ્રગ્સનું સેવન અટકાવવા માટે SOG ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં સરપ્રાઈઝ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સિંધુ ભવન રોડ પર આવેલા કાફેમાં ખાસ ટેક્નોલોજીથી ડ્રગ્સ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ડ્રગ્સના સેવનને પકડવા માટે FSL ની ખાસ સલાઈવા કીટનો ઉપયોગ કરવામાં આવ્યો. જો કોઈ વ્યક્તિએ ડ્રગ્સ લીધું હશે, તો ગણતરીની મિનિટોમાં જ કીટ દ્વારા રિપોર્ટ સામે આવી જશે. ન્યૂ યરની પાર્ટીમાં યુવાઓ નશાના ચક્કરમાં ના ફસાય, તે માટે ચાર અલગ અલગ ટીમ બનાવી ચેકિંગ હાથ ધરાયું છે.

કાફેમાં હાજર શંકાસ્પદ યુવકોનું ડ્રગ્સ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ડ્રગ્સ લીધું હશે, તો તરત જ પોઝિટિવ રિપોર્ટ આવી જશે. આ અંગે SOG ક્રાઈમના પીઆઈ ડી.પી. ઉનડકડે TV9 સાથે ખાસ વાત કરતાં કહ્યું કે, ન્યૂ યર પહેલા ડ્રગ્સ સામે ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું છે.

FSL ની સલાઈવા કીટથી તરત રિપોર્ટ મળે છે. જો કોઈ પોઝિટિવ આવે તો તેને રિહેબ સેન્ટરમાં મોકલવામાં આવે છે અને ડ્રગ્સ ક્યાંથી લેવાયું, તેની પણ વિગતવાર તપાસ કરવામાં આવે છે.

કાફે અને પાર્ટી પ્લેસ પર ડ્રગ્સનો ઉપયોગ સહન નહીં કરવામાં આવે તેવી કડક ચેતવણી સાથે પોલીસે કહ્યું છે કે, ન્યૂ યર ઉજવણીમાં સુરક્ષા મહત્વપૂર્ણ છે અને જાહેર સ્થળોએ કાયદાનો ભંગ કરનારાઓ પર કડક કાર્યવાહી કરાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો