અમદાવાદમાં રોગચાળો વકર્યો, ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો
અમદાવાદમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો થતા કોર્પોરેશન તેમજ સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો લાગી છે.
અમદાવાદમાં(Ahmedabad)મચ્છજન્ય કેસો બેકાબૂ બન્યા છે, જેના કારણે કોર્પોરેશનના આરોગ્ય વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. જેમાં ચિકનગુનિયા(Chikunguniya)અને ડેન્ગ્યુના(Dengue)કેસોમાં નોંધપાત્ર વધારો થતા કોર્પોરેશન તેમજ સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો લાગી છે અને બીજી બાજુ દર્દીઓને સુવિધા અને વ્યવસ્થા આપવામાં સોલા સિવિલ હોસ્પિટલનું તંત્ર ખાડે ગયું છે.
જોકે ચિકનગુનિયાના કેસો વધવા પાછળનું કારણ વાતાવરણમાં આવેલો પલટો હોવાનું સિવિલ હોસ્પિટલના અધિકારીઓ માની રહ્યા છે. જો રોગચાળાના આંકડા પર નજર કરીએ તો,,અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ઓગસ્ટમાં ડેન્ગ્યુના 350કેસ નોંધાયા હતા.જે ઘટીને સપ્ટેમ્બરમાં 280 પર પહોંચ્યા છે.જ્યારે મેલેરિયાના ઓગસ્ટમાં 53 કેસ નોંધાયા હતા.જે ઘટીને સપ્ટેમ્બરમાં 46 પર પહોંચ્યા છે.તબીબો ભલે સબ સલામતનો દાવો કરતા હોય, પરંતુ સિવિલમાં દર્દીઓની લાઇન કઇંક અલગ જ કહાની રજૂ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં રોગચાળાએ માઝા મૂકી છે.. શહેરમાં ગત વર્ષની તુલનાએ ડેન્ગ્યુના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે.. ગત વર્ષે 10 મહિનામાં ડેન્ગ્યુના 359 કેસ નોંધાયા હતા. જ્યારે ચાલુ વર્ષે ડેન્ગ્યુના 1800થી વધુ કેસ નોંધાયા છે..ચાલુ માસ દરમિયાન પણ 10 દિવસમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે.
ઓક્ટોબર મહિનામાં સાદા મેલેરિયાના 27 કેસ તો ઝેરી મેલેરિયાના 5 કેસ નોંધ્યા છે.ડેન્ગ્યુના કેસમાં પણ નોંધપાત્ર વધારો યથાવત છે.9 દિવસમાં ડેન્ગ્યુના 170 કેસ અને ચિકનગુનિયાના 69 કેસ નોંધાયા.વર્ષ 2021માં દસ મહિનામાં ડેન્ગ્યુના 1820 કેસ અને ચિકનગુનિયાના 914 કેસ નોંધાયા છે.વર્ષ 2021ના માત્ર ઓક્ટોબર માસ દરમિયાન જ સાદા મેલેરિયાના 769 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : વડોદરા ધર્માંતરણ અને હવાલા કેસમાં આરોપી સલાઉદ્દીન શેખનું જમ્મુ કાશ્મીર કનેક્શન ખુલ્યું
આ પણ વાંચો : ગુજરાતમાં એસ.ટી. બસના કર્મચારીઓ બુધવાર મધરાતથી હડતાળ પર જવાની તૈયારીમાં