AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે શ્રીમુખવાણી વચનામૃત 204 મી પ્રાગટ્ય જયંતી ની પરમ ઉલ્લાસભેર કરાઈ ઉજવણી

સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે શ્રીમુખવાણી “વચનામૃત 204 મી પ્રાગટ્ય જયંતી” ની પરમ ઉલ્લાસભેર કરાઈ ઉજવણી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2023 | 7:25 PM
Share

સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અનુજ્ઞાથી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી "વચનામૃત 204  મી પ્રાગટ્ય જયંતી"ની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.

વચનામૃત એટલે સ્વામિનારાયણ ભગવાનની વાણીનું અમૃત. સંતોએ જણાવ્યુ કે, જેટલું અમૃતનું પાન કરીશું એટલા અમર બનીશું. વચનામૃત ગ્રંથને સરળ રીતે સમજી શકાય તે માટે શ્રીજીસ્વંયમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપશ્રીએ આ વચનામૃત ઉપર “રહસ્યાર્થ પ્રદીપિકાટીકા” કરી છે એને તેને ગ્રંથિત કરવાનું કાર્ય નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીએ કર્યું.

આ ગ્રંથનો દેશ વિદેશમાં પ્રચાર કરવાનું કાર્ય સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ મુક્તજીવન સ્વામીબાપાએ કર્યું ત્યારબાદ વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજે કર્યું અને વર્તમાન સમયે જ્ઞાનમહોદધિ આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી  મહારાજ દેશ વિદેશમાં સત્સંગ વિચરણ કરી પ્રચાર કરી રહ્યા છે.

આ પણ વાંચો : CID ક્રાઈમના વિઝા કન્સલ્ટન્સી ઓફિસમાં રાજ્યવ્યાપી દરોડા, અમદાવાદ,ગાંધીનગર અને વડોદરામાં 17 સ્થળે રેડ, શંકાસ્પદ ડોક્યુમેન્ટ કરાયા કબજે

Shrimukhwani 204th Pragatya Jayanthi celebration at Swaminarayan Temple Maninagar ahmedabad

આ શુભ અવસરે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો અને હરિભકતોએ શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં સર્વોપરી  સ્વામિનારાયણ ભગવાનની મુખવાણી વચનામૃત 204 મી પ્રાગટ્ય જ્યંતીની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. આ પ્રસંગે પૂજનીય સંતો અને હરિભકતોએ વચનામૃત ગ્રંથનું પૂજન, અર્ચન તેમજ આરતી પણ ઉતારી હતી.

  અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">