‘નર્મદાનું પૂર કુદરતી આફત નહીં, પૂરનું કારણ ડેમ છે’ ભાજપ સાંસદનું ચોંકાવનારું નિવેદન, જુઓ Video
એક તરફ કોંગ્રેસ પૂરને માનવસર્જિત ગણાવી રહી છે, તો બીજી તરફ ભાજપ સાંસદે કોંગ્રેસના સૂરમાં સૂર પુરાવ્યો છે. મનસુખ વસાવાનો દાવો છે કે નર્મદાનું પૂર કુદરતી તો નથી જ અને દર 15 વર્ષે પૂર આવવાથી ખેડૂતો પાયમાલ બની જાય છે. ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થતાં નર્મદા નદીમાં પાણી છોડાયું હતું, જેના કારણે નર્મદા જિલ્લામાં આ પાણી ફરી વળતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી
Narmada : નર્મદાનું પૂર કુદરતી આફત ન કહી શકાય, પૂરનું કારણ ડેમ છે. ભાજપ સાંસદ મનસુખ વાસાવાએ આ ચોંકાવનારુx નિવેદન આપ્યું છે. એક તરફ કોંગ્રેસ પૂરને માનવસર્જિત ગણાવી રહી છે, તો બીજી તરફ ભાજપ સાંસદે કોંગ્રેસના સૂરમાં સૂર પુરાવ્યો છે. મનસુખ વસાવાનો દાવો છે કે નર્મદાનું પૂર કુદરતી તો નથી જ અને દર 15 વર્ષે પૂર આવવાથી ખેડૂતો પાયમાલ બની જાય છે.
આ પણ વાંચો Gujarati Video : નર્મદા નદીમાં ફરી પૂર આવવાનું છે તેવી અફવાહથી દૂર રહો : ભરૂચ જિલ્લા કલેકટર
ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થતાં નર્મદા નદીમાં પાણી છોડાયું હતું, જેના કારણે નર્મદા જિલ્લામાં આ પાણી ફરી વળતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા મોટા પાયે ખેડૂતોના પાકને નુકશાન પહોંચ્યું છે.
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
