Mehsana : કોરોનાકાળમાં વેચાતી લાઈકોસિલ ટેબલેટને લઈ ચોંકાવનારો ખુલાસો, કોર્ટે 8 લોકોને ફટકાર્યો 12 લાખનો દંડ, જુઓ Video

|

Sep 24, 2024 | 2:27 PM

મહેસાણાના કોરાનાકાળમાં વેચાતી લાઈકોસિલ ટેબલેટને લઈ ચોંકાવનારો ખુલાસો થયો છે. ગોળીઓમાં ઝીંક સલ્ફેટ અને કોપર ન હોવાનું સામે આવ્યુ છે. વિટામીનની ગોળીમાં ઝીંક, કોપરની માત્રા જ ન મળી હોવાનું સામે આવ્યુ છે.

મહેસાણાના કોરાનાકાળમાં વેચાતી લાઈકોસિલ ટેબલેટને લઈ ચોંકાવનારો ખુલાસો થયો છે. ગોળીઓમાં ઝીંક સલ્ફેટ અને કોપર ન હોવાનું સામે આવ્યુ છે. વિટામીનની ગોળીમાં ઝીંક, કોપરની માત્રા જ ન મળી હોવાનું સામે આવ્યુ છે. જેને લઇને હવે 8 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ફૂડ વિભાગે 2020માં લીધેલા સેમ્પલનું સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ કરાયું હતુ.

કોર્ટે 8 લોકોને ફટકાર્યો 12 લાખનો દંડ

મલ્ટી વિટામીન, મલ્ટી મિનરલ કહીને લોકોને ગોળીઓ પધરાવાઈ હતી. કોર્ટમાં કેસ ચાલતા અધિક કલેકટર સુભાષ સાવલિયાએ 12 લાખનો દંડ ફટકાર્યો છે. ટેબ્લેટ કંપની, કંપનીના માલિક, ભાગીદાર અને વેચનાર સહિત 8 લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. ફૂડ વિભાગે 2020માં દવાના સેમ્પલ લીધેલા હતા જેના 4 વર્ષ પછી રિપોર્ટ આપવામાં આવ્યો છે. જો કે કોરોનાકાળમાં અનેક લોકોએ આ દવામાં લીધી પણ હતી. પરંતુ અહીં  દવાના પરીક્ષણનો રીપોર્ટ આટલો મોડ કેમ આવ્યો તેવા સવાલો પણ ઊભા થઇ રહ્યા છે.

 

Published On - 2:27 pm, Tue, 24 September 24

Next Video