Car accident Videos : ગુરુવાર બન્યો ગોઝારો, રાજ્યમાં અનેક સ્થળોએ હચમચાવનાર અકસ્માતની ઘટના, જુઓ Video
અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર 3 જેટલા અકસ્માતની ઘટના સામે આવી. બીજી તરફ સુરેન્દ્રનગરમાં લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં 2 લોકોના મોત થયા આ રીતે આજે ગુરુવારે અનેક સ્થળોએ અકસ્માતની ઘટના સામે આવી છે.

Car accident: રાજયમાં આજે ગુરુવારે વિવિધ સ્થળોએ અકસ્માતની ઘટના સામે આવી છે. જેને લઈ ગુજરાતમાં આજનો ગુરુવાર ગોઝારો હોય તેવું સાબિત થયું છે. કારણ કે જગુઆર કારચાલક તથ્ય પટેલની કાતિલ રફ્તારે આજે ઈસ્કોન બ્રિજ પર 9 લોકોનો ભોગ લઈ લીધો. જેમાં કોઈ એકનો એક દીકરો, તો કોઈએ વ્હાલસોયો ભત્રીજો ગુમાવ્યો.
સમગ્ર રાજ્યને હચમચાવનારી આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સામેના રસ્તા પરથી પસાર થતા એક વ્યક્તિના કેમેરામાં અકસ્માત કેદ થઈ ગયો હતો. આ તરફને લઈ પરિવારજનોમાં ભારે આક્રંદ છે. જુવાનજોધ દીકરો કે ભાઈ ગુમાવનારા સ્વજનોની આંખમાંથી આંસુ સુકાતા નથી. તો બીજી તરફ કારચાલક આરોપી તથ્ય પટેલનો પિતા પ્રગ્નેશ પટેલ દીકરાના બચાવમાં ઉતરી આવ્યો છે. આ બધાની વચ્ચે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પરિવારજનો સાથે મુલાકાત કરીને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માતનો સિલસિલો યથાવત છે. ઇસ્કોન બ્રિજ પર એક સાથે ત્રણ ગાડીઓનો અકસ્માત સર્જાયો છે. ટ્રાફિકના કારણે ગાડીઓ એકબીજા સાથે અથડાઇ હતી. અકસ્માત થતાં બ્રિજ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય અહતા. અકસ્માતમાં કોઈને જાનહાની થઈ નહિ હોવાનું સામે આવ્યું છે.
સુરેન્દ્રનગરમાં લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. ચોરણીયા નજીક અજાણ્યા વાહન પાછળ કાર અથડાતા અકસ્માત થયો હતો. અજાણ્યો વાહન ચાલક ફરાર થયો હતો. ઈજાગ્રસ્ત બે લોકો લીંબડી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. લીંબડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ રાજકોટ હાઇવે પર ટંકાર નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. કાર ચાલકે કાબૂ ગુમાવતા અન્ય કાર સાથે અથડાઇ હોવાની ઘટના બની છે. બન્ને કાર ચાલકને પહોંચી ઇજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે. અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જણાઈ રહયું છે કે કાર ખૂબ ઝડપમાં હતી. અને જે બાદ આ અકસ્માત થયો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો