Kheda Rain : નડીયાદ પાસેથી પસાર થતી શેઢી નદી બે કાંઠે, નદીકાંઠાના લોકોને સાવચેત રહેવા અપીલ, જુઓ Video
હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ખેડાના નડીયાદ પાસેથી પસાર થતી શેઢી નદી બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં પડેલા વરસાદથી નદીમાં પૂર આવ્યું છે.
હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ખેડાના નડીયાદ પાસેથી પસાર થતી શેઢી નદી બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં પડેલા વરસાદથી નદીમાં પૂર આવ્યું છે. જેના કારણે નદીકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ કરી છે. તંત્રએ તલાટી ક્રમમંત્રીને ગામ ન છોડવા માટે સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે શેઢી નદી બેકાંઠે વહેતા ગામમાં પાણી ફરી વળે તેવી પણ શક્યતા છે.
આ તરફ આણંદના ઉમરેઠમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી છે. આણંદના ઉમરેઠમાં 4 ઈંચ વરસાદમાં ખાબકતા પાણી ફરી વળ્યા હતા. ડાકોર-નડિયાદ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે. લાલ દરવાજા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા લોકોને હાલાકીની સામનો કરવો પડ્યો છે.
અંકલેશ્વરના 14 સહિત કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ
બીજી તરફ ભરુચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા છે. નદીની સપાટી વોર્નિગ લેવલ 22 ફૂટ નજીક પહોંચે એવી સંભાવના છે. તંત્ર દ્વારા અંકલેશ્વરના 14 સહિત કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ આપ્યું છે. કાંઠા વિસ્તારના ગામના લોકોને એલર્ટ રહેવા આદેશ અપાયા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો