જાણો કોણ છે જશવંતસિંહ પરમાર, જે ભાજપ માટે ગુજરાતથી રાજ્યસભાની ચૂંટણી લડશે

| Edited By: | Updated on: Feb 14, 2024 | 5:47 PM

જસવંતસિંહ સાલમસિંહ પરમાર વ્યવસાયે ડોક્ટર છે, તેઓ શહેરા તાલુકાના વાઘજીપુરના વતની છે. હાલમાં ગોધરામાં ભાગ્યોદય હોસ્પિટલ ચલાવી રહ્યા છે. તેઓ ઓબીસી અગ્રણી નેતા તરીકે પણ જાણીતા છે અને ભારતીય જનતા પાર્ટી મૂળના છે. તેઓના પિતા સાલમસિંહ પરમાર જિલ્લા પંચાયત સભ્ય રહી ચુક્યા છે.

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા આખરે ગુજરાતમાંથી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા 4 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જે.પી. નડ્ડાને ગુજરાતમાંથી ટિકિટ અપાઇ છે. આ ઉપરાંત સુરતના ગોવિંદ ધોળકિયા ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયક અને પંચમહાલના તબીબ જશવંતસિંહ પરમારની પસંદગી કરવામાં આવી છે.

કોણ છે જશવંતસિંહ પરમાર

જસવંતસિંહ સાલમસિંહ પરમાર વ્યવસાયે ડોક્ટર છે, તેઓ શહેરા તાલુકાના વાઘજીપુરના વતની છે. હાલમાં ગોધરામાં ભાગ્યોદય હોસ્પિટલ ચલાવી રહ્યા છે. તેઓ ઓબીસી અગ્રણી નેતા તરીકે પણ જાણીતા છે અને ભારતીય જનતા પાર્ટી મૂળના છે. તેઓના પિતા સાલમસિંહ પરમાર જિલ્લા પંચાયત સભ્ય રહી ચુક્યા છે. 2017ની વિધાનસભાની ચુંટણીમાં ભાજપમાથી દાવેદાર હતા ટિકિટ ના મળતા તેઓ અપક્ષ લડ્યા હતા.

ભાજપ દ્વારા રાજ્યસભાની ટિકિટ આપવામાં આવતા જશવંતસિંહે પરમારે ભાજપનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, ગુજરાતના સળગતાના પ્રશ્નોને રાજ્યસભામાં ઉઠાવીશ. આ ઉપરાંત તેમણે કહ્યું કે પંચમહાલ સહિત રાજ્યના ઓબીસી સમુદાયના પ્રશ્નોને ઉકેલવાનો પ્રયત્ન કરીશ.

(With input : Pritesh Panchal)

આ પણ વાંચો Breaking News : ભાજપે ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામ કર્યા જાહેર, ‘નો રિપીટ થિયરી’ અપનાવી