આજનું હવામાન : રાજ્યમાંથી ઠંડીની થશે વિદાય ! આ જિલ્લાઓમાં કાળઝાળ ગરમીની આગાહી, જુઓ Video

આજનું હવામાન : રાજ્યમાંથી ઠંડીની થશે વિદાય ! આ જિલ્લાઓમાં કાળઝાળ ગરમીની આગાહી, જુઓ Video

| Updated on: Feb 21, 2025 | 7:36 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાંથી ઠંડી ધીમીગતિએ વિદાઈ લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાંથી ઠંડી ધીમીગતિએ વિદાઈ લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. અનેક વિસ્તારોમાં ગરમીની શરુઆત થઈ શકે છે. તેમજ કેટલાક વિસ્તારોમાં સવાર – રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ શકે છે. જ્યારે બપોરે કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ શકે છે.

કાળઝાળ ગરમીની આગાહી

ઠંડી ઘટતા તાપમાનમાં વધારો થશે. 24 કલાકમાં અમદાવાદનું તાપમાન 35 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે. હાલ ઉત્તર પૂર્વથી ઉત્તર તરફ પવનની દિશા રહે તેવી આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. સૌથી વધુ તાપમાન ગાંધીનગરમાં 35.6 ડિગ્રી નોંધાયું છે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન ?

હવામાન વિભાગની આગાહી અનુસાર આણંદ,ડાંગ, ખેડા, મોરબી, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનત તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર, કચ્છ, સાબરકાંઠા, મહેસાણા સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનત તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ દાહોદ, પાટણ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનત તાપમાન રહે તેવી શક્યતા છે.