આજનું હવામાન : ગુજરાતમાં કાળઝાળ ગરમી અને ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં કેવું રહેશે વાતાવરણ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળે છે. હવામાન વિભાગે આગાહી સાત દિવસ માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટા-છવાયા વરસાદના એંધાણ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળે છે. હવામાન વિભાગે આગાહી સાત દિવસ માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટા-છવાયા વરસાદના એંધાણ છે. તો દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપીમાં વરસાદની શક્યતા છે. તો આ તરફ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદનું અનુમાન છે.અરબ સાગરમાં ભેજને લીધે છૂટા છવાયા વરસાદનું અનુમાન સેવવામાં આવ્યું છે.
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી
બીજી તરફ હવામાન વિભાગે પણ ચોમાસા પહેલા ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક જિલ્લાઓમાં 4 થી 5 દિવસ કાળઝાળ ગરમીની આગાહી કરી છે. મધ્ય ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તેમજ સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તીવ્ર ગરમીના એંધાણની આગાહી કરી છે.
આજે અમદાવાદ, અમરેલી, બોટાદ, ગાંધીનગર, કચ્છ,મહેસાણા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તો છોટાઉદેપુર, જુનાગઢ, મોરબી, નર્મદા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, મહીસાગર, રાજકોટ,સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.