Devbhumi Dwarka Video : ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં શાળાના સંચાલકે વિદ્યાર્થીને માર્યો થપ્પડ, શાળા પ્રશાસને માગી માફી

|

Feb 08, 2024 | 1:45 PM

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓને મારમારવાની ઘટના સામે આવી છે. વર્ગખંડમાં શાળા સંચાલકે વિદ્યાર્થીને થપ્પડ માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ થપ્પડ મારવાની ઘટનાના CCTV સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓને મારમારવાની ઘટના સામે આવી છે. વર્ગખંડમાં શાળા સંચાલકે વિદ્યાર્થીને થપ્પડ માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ થપ્પડ મારવાની ઘટનાના CCTV સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શાળા પ્રશાંસને માફીનામુ લખી ભવિષ્યમાં આ પ્રકારની ઘટના નહીં બને તેવી ખાતરી આપી છે.

બીજી તરફ અમદાવાદમાં DEO દ્વારા શાળાના બાળકો માટે નવી પહેલ કરવામાં આવી છે. અમદાવાદની 100 શાળાઓમાં ‘સંવેદના બોક્સ’ મૂકવામાં આવ્યા છે. તેમજ ‘સંવેદના બોક્સ’ મારફતે વિદ્યાર્થીઓ વ્યક્તિગત પ્રશ્નો પૂછી શકે છે. બોક્સમાં આવતા પ્રશ્નોના નિકાલ માટે દરેક શાળામાં 2 શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવશે. ‘સારથી પ્રોજેક્ટ’ માટે 100 શાળાના 200 શિક્ષકોને તાલીમ આપવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:45 pm, Thu, 8 February 24

Next Video