Kutch: અંજારમાં બાળકોને લઈ જતી સ્કૂલ બસને નડ્યો અકસ્માત, 5 વિદ્યાર્થીને ગંભીર ઈજા, જુઓ Video
કચ્છ જિલ્લાના અંજારમાં વહેલી સવારે સ્કૂલ બસ બાળકોને લઇને જઇ રહી હતી. તે દરમિયાન સતાપર ફાટક પાસેના દબડા નજીક સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો.અકસ્માતમાં બસના કાચ તૂટી ગયા હતા.બસમાં સવાર 10 બાળકો પૈકી ડ્રાયવરને પણ ઇજા પહોંચી હતી.
કચ્છ જિલ્લાના અંજારમાં વહેલી સવારે એક સ્કૂલ બસને ગંભીર અકસ્માત નડ્યો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે 10 જેટલા બાળકોને ઇજા પહોંચી છે, જેમાંથી 5 બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. જેમને સારવાર માટે ભૂજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કચ્છ જિલ્લાના અંજારમાં વહેલી સવારે સ્કૂલ બસ બાળકોને લઇને જઇ રહી હતી. તે દરમિયાન સતાપર ફાટક પાસેના દબડા નજીક સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો.અકસ્માતમાં બસના કાચ તૂટી ગયા હતા. બસમાં સવાર 10 બાળકો પૈકી ડ્રાયવરને પણ ઈજા પહોંચી હતી.
આ પણ વાંચો- બનાસકાંઠાઃ ડીસામાંથી ડ્રગ પેડલર ઝડપાયો, ભાડાનું મકાન રાખી કરતો હેરાફેરી, જુઓ
10 બાળકો પૈકી 5 બાળકોને વધુ ઇજા પહોંચતા તેમને ભૂજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાકીના જે બાળકો સ્વસ્થ છે તેમને રજા આપી દેવામાં આવી છે. હાલ અંજાર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.