Gujarat માં આમ આદમી પાર્ટીને મોટો આંચકો, પાંચ કાઉન્સિલર ભાજપમાં જોડાયા
સુરતમાં આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે. તેમનું ભાજપ દ્વારા સત્તાવાર રીતે ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
સુરતના (Surat) આમ આદમી પાર્ટીના(AAP) પાંચ કોર્પોરેટર ભાજપમાં(BJP) જોડાયા છે. તેમનું ભાજપ દ્વારા સત્તાવાર રીતે ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.સુરતમાં આપના કાઉન્સિલર ભાવના સોલંકી, જ્યોતિકા લાઠીયા, ઋતા કાકડિયા, વિપુલ મોવલિયા, મનીષા કુકડીયા ભાજપમાં જોડાયા છે.ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પાંચેય કોર્પોરેટરે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની હાજરીમાં તમામ નેતાઓએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સુરત AAPમાં ભંગાણ સર્જાયું છે.. સુરત AAPમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.. AAPનો મોટો ચહેરો ગણાતા હતા તેવા મહેશ સવાણીએ AAPને અલવિદા કહી દીધું અને તે જ સમયગાળામાં વિજય સુવાળાએ AAPમાંથી રાજીનામું આપી ભગવો ધારણ કરી લીધો..
સુરતમાં કોર્પોરેટર્સે પણ AAPના વોર્ડ ઉપપ્રમુખ અને સંગઠન મંત્રી વિપુલ મોવલિયાના સમર્થનમાં રાજીનામા આપી દીધા છે.. AAPને અલવીદા કહીને આ નેતાઓએ કમલમ ખાતે કેસરિયા કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સુરત(Surat) આમ આદમી પાર્ટીમાં(AAP)માં જે ભંગાણ સર્જાયું છે તેને કારણે રાજકારણ ગરમાયું છે. સુરત AAPમાં જે સ્થિતિનું નિર્માણ થયું ત્યાર બાદ એક પછી એક કોર્પોરેટર પક્ષને અલવીદા કહી રહ્યા છે. આ તરફ સુરત AAPના વોર્ડ ઉપપ્રમુખ અને સંગઠન મંત્રી ગૌરવ વધાસીયાએ કોર્પોરેટર વિપુલ મોવલિયાના(Vipul Movaliya)સમર્થનમાં રાજીનામા આપી દીધું છે. તેમનો આક્ષેપ છે કે AAP શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડીયાએ વિપુલ મોવલિયા વિરુદ્ધ ખોટા આક્ષેપો કર્યા છે. જેના વિરોધમાં તેમણે રાજીનામા ધર્યું છે.
આ પણ વાંચો : JAMNAGAR : ખીજડીયા પક્ષી અભ્યારણ્ય એટલે પક્ષીઓની 314 પ્રજાતિઓનું ઘર, જેમાંની 29 પ્રજાતિઓ અતિ દુર્લભ
આ પણ વાંચો : Ahmedabad : કારચાલકોની નજર ચુકવી કિંમતી વસ્તુઓની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, એક શખ્સ ઝડપાયો, એક ફરાર