સુરેન્દ્રનગરમાં તિરંગાયાત્રામાં સામેલ બાળકોની ટી શર્ટમાં વીર સાવરકરની તસવીર, કોંગ્રેસના નેતાઓએ ઉતરાવી દીધી ટી શર્ટ, વિવાદ વકર્યો, કોંગ્રેસના નેતા સામે પોલીસ કેસ

વીર સાવરકરની તસવીર વાળી ટીશર્ટનો વિવાદ વકર્યો હતો. કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં ગાંધીજી અને સરદાર પટેલનાં ઇતિહાસને ભૂંસવાનો પ્રયાસ  થઈ રહ્યો છે. ટી શર્ટ ઉપર ગાંધીજી અને સરદાર પટેલની તસવીર ના મુકવા પાછળ કારણ શું તે સમજાતુ નથી. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2024 | 9:11 PM

સુરેન્દ્રનગરમાં સ્વતંત્રદિવસ પૂર્વે યોજાયેલ તિરંગા યાત્રા વિવાદમાં સપડાઈ હતી.  તિરંગા યાત્રામાં સામેલ થયેલા શાળાનાં બાળકોની ટી શર્ટ ઉપર વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝનો ફોટો લગાવેલો હોવાથી કોંગ્રેસના નેતાઓએ નારાજગી વ્યક્ત કરીને યાત્રામાં સામેલ બાળકોની ટી શર્ટ ઉતરાવી દીધી હતી.

વીર સાવરકરની તસવીર વાળી ટી શર્ટનો વિવાદ વકર્યો હતો. કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં ગાંધીજી અને સરદાર પટેલનાં ઇતિહાસને ભૂંસવાનો પ્રયાસ  થઈ રહ્યો છે. ટી શર્ટ ઉપર ગાંધીજી અને સરદાર પટેલની તસવીર ના મુકવા પાછળ કારણ શું તે સમજાતુ નથી.

કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓએ વિરોધ કરતા તિરંગા યાત્રામાં સામેલ થયેલા ચોટીલા તાલુકાની સાંધાણી પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓની વીર સાવરકરની તસવીર વાળી ટી શર્ટ ઉતરાવી દીધી હતી.

જો કે આ મુદ્દે રાજકારણ ગરમાતા આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવ્યા હતા. દરમિયાન ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ, પોતાના સોશિયલ મીડિયા એક્સ એકાઉન્ટ પર લખી જણાવ્યું હતું કે, વીર સાવરકરજીને દેશભક્તિનું પ્રમાણપત્ર આપવાની લાયકાત કોંગ્રેસ કે વિડીયોમાં નજરે પડતા નેતાઓની નથી. સુરેન્દ્રનગર ખાતે તિરંગા યાત્રામાં બાળકોના ટી શર્ટ લઇ લેવા તે અતિ નિંદનીય બાબત છે. વીર સાવરકરજી અને નેતા સુભાષચંદ્ર બોઝજીનું અપમાન કરનાર આ લોકો પર આજે ભારતીય ન્યાય સંહિતાની કલમ 126(2), 189(3), 221, 197 (સી)(ડી), 352, 352 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">