યુક્રેન-રશિયા યુદ્ધની (Ukraine-Russia war) અસર હવે દુનિયાના અન્ય દેશો પર પણ વર્તાઇ રહી છે. ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં ઈંધણ પર પણ યુક્રેન-રશિયા યુદ્ધની અસર જોવા મળી રહી છે. યુદ્ધના કારણે સૌરાષ્ટ્રમાં (Saurashtra) પેટ્રોલ-ડીઝલ (Petrol-diesel) ની અછત સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
સૌરાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાઈ શકે છે. સૌરાષ્ટ્રના સાત જિલ્લા માટે અચાનક પેટ્રોલ-ડીઝલનો પુરવઠો બંધ કરાયો છે. જામનગર જિલ્લાના વાડીનાર ખાતે આવેલી નાયરા કંપની દ્વારા અચાનક પેટ્રોલ-ડીઝલનો પૂરવઠો બંધ કરાયો છે. વાડીનાર ન્યારા કંપની રાજકોટ,જુનાગઢ,જામનગર,પોરબંદર,દેવભુમિ દ્રારકા,અમરેલી,દિવમાં પેટ્રોલ ડિઝલની સપ્લાય અચાનક બંધ કરી દેવામાં આવી છે. પેટ્રોલ-ડીઝલની સપ્લાય બંધ થતા પેટ્રોલ પંપ સંચાલકોની મુશ્કેલીઓ વધી છે.
મહત્વનું છે કે વાડીનાર ખાતે આવેલી નાયરા એનર્જી અત્યારે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની મુખ્ય સપ્લાયર છે. બીજી તરફ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના અરવિંદ ઠક્કરે કહ્યું, જો નાયરાથી સપ્લાય નહીં મળે તો પેટ્રોલપંપ ડ્રાય થવાનું ચાલુ થઈ જશે. મુશ્કેલીમાં મુકાયેલા પેટ્રોલપંપ સંચાલકોએ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. એસોસિયેશન વતી રાજ્યના પુરવઠા વિભાગને પત્ર લખી સત્વરે પગલાં પગલા ભરવાની માગ કરાઈ છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-