Gir Somnath : પ્રાચી તીર્થ ખાતે સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, માધવરાયજીનું મંદિર થયું જળમગ્ન, જુઓ Video

Gir Somnath : પ્રાચી તીર્થ ખાતે સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, માધવરાયજીનું મંદિર થયું જળમગ્ન, જુઓ Video

| Edited By: | Updated on: Oct 28, 2025 | 2:38 PM

ગીર સોમનાથ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથમાં અતિભારે કમોસમી વરસાદ બાદ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે ભારે વરસાદના કારણે પ્રાચી તીર્થ ખાતે સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.

ગીર સોમનાથ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથમાં અતિભારે કમોસમી વરસાદ બાદ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે ભારે વરસાદના કારણે પ્રાચી તીર્થ ખાતે સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. પ્રસિદ્ધ માધવરાય ભગવાનનું મંદિર જળમગ્ન થયું છે. ભગવાન માધવરાયની પ્રતિમાની ઉપરથી સરસ્વતીનદીનું પાણી વહી રહ્યું છે.

પ્રાચી તીર્થ ખાતે સામાન્ય રીતે ભર ચોમાસે આવા દ્રશ્યો જોવા મળતા હોય છે કે સરસ્વતી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હોય. પરંતુ, આ વખતે તો કારતક મહિનામાં કમોસમી વરસાદને લીધે સરસ્વતીએ પ્રચંડ રૂપ ધર્યું છે. અને માધવરાયજીની પ્રતિમાએ જળસમાધિ લીધી છે.

ઉલ્લેખનીય છે કે ગીર-સોમનાથના કોડીનારમાં સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. પેઢાવડા ગામમાં વહેતી સોમત નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. સતત ચાર દિવસથી વરસાદ બાદ સોમત નદીએ ઉગ્ર રૂપ ધારણ કર્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો