સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ, ભારતના લોકોની આસ્થા મિટાવી સહેલી નથી, સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છેઃ અમિત શાહ
અમિત શાહે કહ્યું કે, અલ્લાઉદીન ખીલજી, અહેમદ શાહ, મદમંદ બેગડો, ઔરગંઝેબ વગેરેએ સતત હુમલાઓ કરીને સોમનાથ મંદિર તોડતા ગયા, આપણે નવું મંદિર બનાવતા ગયા. તોડવા વાળાને તોડવામાં વિશ્વાસ હતો. બનાવવા વાળાને નવું મદિર બનાવવામાં વિશ્વાસ હતો. તોડનારા ખોવાઈ ગયા, મંદિર આજે પણ ત્યા ઊભુ છે.
ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે તેમના મતવિસ્તાર ગાંધીનગર સસંદીય ક્ષેત્રમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે યોજાયેલા જાહેર સમારંભમાં ગૃહપ્રધાન અમિત શાહે સોમનાથ સ્વાભિમાન પર્વ અને સનાતન ધર્મ અંગે પણ જણાવ્યું હતું.
અમિત શાહે કહ્યું કે, અલ્લાઉદીન ખીલજી, અહેમદ શાહ, મદમંદ બેગડો, ઔરગંઝેબ વગેરેએ સતત હુમલાઓ કરીને સોમનાથ મંદિર તોડતા ગયા, આપણે નવું મંદિર બનાવતા ગયા. તોડવા વાળાને તોડવામાં વિશ્વાસ હતો. બનાવવા વાળાને નવું મદિર બનાવવામાં વિશ્વાસ હતો. 1000 વર્ષ પછી જુઓ સોમનાથ મંદિર તોડવા વાળાઓ બધાય કયાંયને ક્યાંય ગુમ થઈ ગયા. અને સોમનાથનુ મદિર આજેય અડિખમ સોમ સમુદ્રકાંઠે ઉભુ છે.
સનાતન ધર્મ અંગે પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ, ભારતના લોકોની આસ્થા મિટાવી સહેલી નથી. સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને ભારતના લોકોની આસ્થા સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે. તેને ક્યારેય મિટાવી શકાશે નહીં.
