Morbi: ભેળસેળવાળી વરિયાળીના વેચાણનો પર્દાફાશ, 1 કરોડની કિંમતની 49 હજાર કિલો ભેળસેળયુક્ત વરિયાળી જપ્ત
મોરબી જીલ્લામાં ભેળસેળ વાળી વરિયાળીના કારોબાર પર LCBના દરોડા પડ્યા છે. કેમિકલ યુકત પાવડર ભેળસેળવાળી વરીયાળી તેમજ કેમિકલ યુકત અલગ અલગ કલરનો પાવડરનો જથ્થો પણ જપ્ત કરાયો છે.
હાલમાં ભેળસેળ વિનાની વસ્તુ બજારમાં શોધવી મુશ્કેલ બની રહી છે. હળદર, પનીર, મરચું બાદ હવે મોરબી જીલ્લામાં ભેળસેળ વાળી વરિયાળીના વેચાણનો પર્દાફાશ થયો છે. વધુ નાણાં કમાવાની લાલચમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે હળવદ અવધ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં થતી ભેળસેળનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, રાજ્યમાં પીવાના પાણી સહિત અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા
વંદન એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં રેડ કરાઇ હતી. કેમિકલયુક્ત પાવડરવાળી વરિયાળીનો જથ્થો જપ્ત કરાયો છે. જેમાં 1 કરોડની કિંમતની 49 હજાર કિલો ભેળસેળયુક્ત વરિયાળી મળી આવી છે જે તમામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કેમિકલ પાવડરનો જથ્થો પણ જપ્ત કરાયો છે. ત્યારે વધુ એક નકલી વસ્તુઓના કારોબાર પર તંત્ર ત્રાટક્તા પર્દાફાશ થયો છે. LCBએ કેમિકલ યુકત પાવડર ભેળસેળવાળી વરીયાળી 49130 કિલોગ્રામ કીમત રૂ. 1,00,71,650, સાદી વરીયાળી 6400 કિલોગ્રામ, કેમિકલ યુકત અલગ અલગ કલરનો પાવડર 3025 કિલોગ્રામ, મોબાઈલ, સહિતનો 1,12,82,150 રૂપિયાનો મુદામાલ કબજો કર્યો છે.
મોરબી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો