સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ચિત્રો પર કાળો કલર અને તોડફોડ કરનાર આરોપીના કોર્ટે જામીન મંજૂર કર્યા, જુઓ Video
બોટાદમાં સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ચિત્રો પર કાળો કલર અને તોડફોડના કેસમાં ત્રણેય આરોપીના બરવાળા કોર્ટે જામીન મંજૂર કર્યા છે. 10 હજારના બોન્ડ ઉપર જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જામીન પર છૂટ્યા બાદ ભીંતચિત્રોની તોડફોડ કરનાર હર્ષદ ગઢવીએ નિવેદન આપ્યું છે. કહ્યું કે હું સ્વામીનારાયણ સંપ્રદાયનો નહીં તેની વૃત્તિ અને પ્રવૃતિનો વિરોધી છું.
સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોની તોડફોડ કરનારને બરવાળાની કોર્ટે મોટી રાહત આપી છે. ભીંતચિત્રોની તોડફોડ કરનાર હર્ષદ ગઢવીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. અન્ય આરોપી જેસીંગ અને બળદેવ ભરવાડનો પણ જામીન પર છૂટકારો થયો છે. કોર્ટે 10 હજારના બોન્ડ પર જામીન મંજૂર કર્યા હતા.
આ પણ વાંચો : મેટ્રીમોનીયલ સાઇટ પર જીવનસાથી શોધવો યુવતીને પડ્યો ભારે, દુષ્કર્મ આચરી પડાવ્યા પૈસા, જાણો સમગ્ર મોડસ ઓપરેન્ડી
જામીન પર છૂટ્યા બાદ ભીંતચિત્રોની તોડફોડ કરનાર હર્ષદ ગઢવીએ નિવેદન આપ્યું છે. કહ્યું કે હું સ્વામીનારાયણ સંપ્રદાયનો નહીં તેની વૃત્તિ અને પ્રવૃતિનો વિરોધી છું. હનુમાનજીનું અપમાન થતા ન જોવાયું અને ગુસ્સામાં આ પગલું ભર્યું. સાધુ સંતોએ હાથ જોડીને વિંનતી કરી છતા ચિત્રો ન હટાવ્યા જેથી આ પગલું ભર્યું. હવે હું સંતોને મળીને માર્ગદર્શન લઈશ. વધુમાં કહ્યું કે જો ભીંતચિત્રો હટાવવામાં નહીં આવે તો ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.