સાબરકાંઠામાં કોણ મારશે બાજી, શોભના બારૈયા કે તુષાર ચૌધરી? મતગણતરી પહેલા શું કહે છે સ્થાનિકો, જુઓ
સાબરકાંઠા લોકસભા બેઠક પર પૂર્વ પ્રધાન સામે અને પ્રાથમિક શિક્ષિકા વચ્ચેનો જંગ રસપ્રદ રહ્યો છે. હવે મંગળવારે મતગણતરી થનારી છે. આ પહેલા જ એક્ઝિટ પોલ સામે આવ્યા છે અને જેમાં સ્થાનિક વરિષ્ઠ નાગરીકો અને આગેવાનો શું કહે છે, શું છે તેમનો મત, જુઓ વીડિયો.
સાબરકાંઠા લોકસભા બેઠક ખૂબ જ ચર્ચામાં રહી હતી. આ બેઠક પર ભાજપે ઉમેદવાર પણ બદલવો પડ્યો હતો અને પુરુષને બદલે મહિલા ઉમેદવારને મેદાને ઉતારવાનો દાવ ખેલ્યો હતો. કોંગ્રેસે ખેડબ્રહ્માના વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરીને ટિકિટ આપી હતી. તુષાર ચૌધરી સામે ભાજપે સરકારી પ્રાથમિક શિક્ષિકા શોભનાબેન બારૈયાને મેદાને ઉચાર્યા હતા.
આમ દિગ્ગજ અને પૂર્વ પ્રધાન સામે અને પ્રાથમિક શિક્ષિકા વચ્ચેનો જંગ રસપ્રદ રહ્યો છે. હવે મંગળવારે મતગણતરી થનારી છે. આ પહેલા જ એક્ઝિટ પોલ સામે આવ્યા છે અને જેમાં સ્થાનિક વરિષ્ઠ નાગરીકો અને આગેવાનો શું કહે છે, શું છે તેમનો મત, જુઓ વીડિયો.
આ પણ વાંચો: ભારતનું VVIP વૃક્ષ, લોખંડી સુરક્ષા અને દિવસ-રાત પોલીસ જવાનોનો પહેરો, જાણો
Published on: Jun 03, 2024 12:14 PM