Sabarkantha: દેશના પ્રથમ ડિજિટલ ગામમાં હાલ ડિજિટલ સેવા શૂન્ય, હાલ ગામની સ્થિતિ કેવી છે જુઓ આ વીડિયોમાં

|

Feb 05, 2022 | 10:01 AM

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના આકોદરા ગામને વર્ષ 2015માં દેશનુ પ્રથમ ડિજિટલ ગામ જાહેર કરાયું હતું. જોકે હાલ આ ગામમાં ડિજિટલ સેવા શૂન્ય થઇ ગઇ છે.

સરકાર દ્વારા હવે ડિજિટલાઇઝેશન પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આ શબ્દ હાલમાં બજેટ દરમિયાન પણ ખૂબ સાંભળવા મળ્યો હતો. સરકારના ડિજિટલ ગામ (Digital Village)ની દિશાનો પ્રયાસ જોઇને સાબરકાંઠા (Sabarkantha)જિલ્લામાં દેશના પ્રથમ ડિજિટલ વિલેજ આકોદરા ગામ(Akodra village)ને પણ પોતાના વિકાસની આશા બંધાઇ હતી. કારણ કે આ ગામને ડિજિટલ પેમેન્ટ અને ડિજિટલ સુવિધાઓયુક્ત ગામ બનાવવા માટે વિશેષ ઓળખ અપાઇ હતી. પરંતુ દેશના પ્રથમ ડિઝીટલ વિલેજ તરીકે જાહેર થયેલા આકોદરા ગામની સ્થિતિ હાલ અલગ જોવા મળી રહી છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના આકોદરા ગામને વર્ષ 2015માં દેશનુ પ્રથમ ડિજિટલ ગામ જાહેર કરાયું હતું. જોકે હાલ આ ગામમાં ડિજિટલ સેવા શૂન્ય થઇ ગઇ છે. ગામને ડિજિટલ વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યુ હતુ ત્યારે ગામમાં દુકાનો, પશુપાલન કેન્દ્રો, અને ખેડૂતોના આર્થિક વ્યવહારો સહિતની બાબતોને ડિજિટલ કરવાની વાત કરાઇ હતી. પરંતુ તેના માટે આપવામાં આવેલા POS મશીન ખૂબ જ મોંઘા પડવા લાગતા તે પણ હવે વપરાશમાં રહ્યા નથી.

તો ગામની શાળા અને આંગણવાડી કેન્દ્રને પણ સ્માર્ટ ક્લાસ બનાવવાની વાત કહી હતી એ પણ ભૂલાઇ ગઇ છે. ગામમાં સીસીટીવી અને ફ્રી વાઇ-ફાઇ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી કરાવાઇ. આમ ગામના લોકોને મોટી આશાઓ તો બંધાવી હતી. પરંતુ તે પુર્ણ કરાઇ નથી. ત્યારે ગામના લોકોને ફરી ડિજિટલ સેવા મળે તેવી માગ છે.

આ પણ વાંચો-Ahmedabad: જશોદાનગરમાં ‘ખાડા’ તંત્ર સામે સ્થાનિકોનો રોષ, ધીમી ગતિએ ચાલતા કામથી લોકોને હાલાકી

આ પણ વાંચો- Ahmedabad: ટેક્સ ન ભરનારા કરદાતાઓ સામે AMCની લાલ આંખ, 4 દિવસમાં 892 મિલકતો સીલ કરી

Published On - 10:00 am, Sat, 5 February 22

Next Video