વિરોધના વંટોળ વચ્ચે રૂપાલાને મળ્યુ કાઠી ક્ષત્રિય સમાજના ગીતા ગીડાનું સમર્થન- જુઓ વીડિયો

|

Apr 01, 2024 | 10:26 PM

ક્ષત્રિય સમાજ અંગે ઉઠેલા વિરોધના વંટોળ વચ્ચે કાઠી ક્ષત્રિય સમાજના ગીતા ગીડાએ રૂપાલાનું સમર્થન કર્યુ છે અને તેમણે જણાવ્યુ કે રૂપાલાના નિવેદનને સ્લીપ ઓફ ટંગ ગણાવતા તેમની ભૂલને માફ કરવા આહ્વાન કર્યુ છે.

રાજ્યભરમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ચૂંટણીના માહોલ વચ્ચે ક્ષત્રિય સમાજ વિશેની વિવાદી ટિપ્પણીને લઈને રૂપાલાના મુશ્કેલી વધી છે અને ક્ષત્રિય સમાજ નમતુ જોખવા તૈયાર નથી અને ભાજપ હાઈકમાન્ડ સામે રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માગ પર અડગ છે. ત્યારે આ વિરોધ વચ્ચે રૂપાલા માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે. કાઠી ક્ષત્રિય સમાજના ગીતા ગીડા રૂપાલાના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યુ કે રૂપાલાનુ નિવેદન સ્લીપ ઓફ ટંગ હતુ. ગીતા ગીડાએ રૂપાલા સાથે મુલાકાત કરી હતી અને રૂપાલાની ભૂલને માફ કરવા પણ આહ્વાન કર્યુ છે. આ પહેલા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહે પણ શનિવારે ક્ષત્રિય સમાજની બેઠક બોલાવી હતી. જેમા રૂપાલાને માફ કરવાની વાત કરી હતી.

આ તરફ રૂપાલાની સાથે ગોંડલમાં રાજકીય આગેવાનો સાથે સમાધાન માટે થયેલી બેઠકનો પણ ક્ષત્રિય સમાજની મહિલાઓ અને આગેવાનો વિરોધ કરી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના વિરોધમાં રાજકોટમાં ઉપલેટામાં હવે પોસ્ટર્સ લાગ્યા છે. ગાંધીચોકમાં પરશોત્તમ રૂપાલા અને જયરાજસિંહના ફોટા પર ચોકડી મારેલા બેનરો જોવા મળ્યા. પૂર્વજો અને ક્ષત્રાણીઓના અપમાન મામલે કંઈ ચલાવી ન લેવાય તેવા લખાણ આ બેનરમાં લખવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગીરના 16 થી વધુ ગામના લોકોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી, ઈકોઝોનની અમલવારી સામે ચલાવી રહ્યા છે લડત- વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:10 pm, Mon, 1 April 24

Next Video