Breaking News : ગાંધીનગર મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની જાહેરાત, મેયર, ડેપ્યુટી મેયરના નામ જાણો
ગાંધીનગર મહાનગરપાલિકાને નવા મેયર તરીકે રૂપસિંહ ઠાકોર મળ્યા છે. અંજના મહેતા ડેપ્યુટી મેયર બન્યા છે, જ્યારે મહેન્દ્ર પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જવાબદારી સંભાળશે.
ગાંધીનગરને નવા મેયર મળ્યા છે. રૂપસિંહ ઠાકોરને ગાંધીનગરના નવા મેયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમની સાથે, અંજના મહેતા ડેપ્યુટી મેયર તરીકે અને મહેન્દ્ર પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જવાબદારી સંભાળશે.
આ જાહેરાત સાથે ગાંધીનગર મહાનગરપાલિકામાં નવી નેતૃત્વની શરૂઆત થઈ છે. ખાસ કરીને રૂપસિંહ ઠાકોર, જે 29 વર્ષીય યુવા નેતા છે, તેમને પ્રથમ વખત આટલી નાની ઉંમરે ગાંધીનગરના મેયર બનવાનું સૌભાગ્ય મળ્યું છે. આ પદ પર તેમની નિયુક્તિથી શહેરના વિકાસ કાર્યોને નવી ગતિ મળશે તેવી અપેક્ષા છે.
ટીવી9 ગુજરાતી દ્વારા અગાઉથી જ સંભવિત નામોની યાદી જાહેર કરવામાં આવી હતી, અને આખરે તે જ નામો પર મહોર લાગી છે. નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સામે હવે શહેરના વિકાસ, નાગરિક સુવિધાઓ અને વિવિધ પ્રશ્નોના ઉકેલની મહત્વપૂર્ણ જવાબદારી રહેશે. આ નવા પદાધિકારીઓ ગાંધીનગરના સ્થાનિક રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ કરશે.
સાબરમતી જેલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, ઈ-મેલમાં લખ્યું 2008 ને ભૂલશો નહિં, મોટુ સરપ્રાઇઝ આપવામાં આવશે
