AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot Video : ત્રિકોણ બાગ પાસે રિક્ષાચાલક અને સિટી બસના ડ્રાઈવર વચ્ચે થઈ બબાલ, 100 સીટી બસના પૈંડા થંભી ગયા

Rajkot Video : ત્રિકોણ બાગ પાસે રિક્ષાચાલક અને સિટી બસના ડ્રાઈવર વચ્ચે થઈ બબાલ, 100 સીટી બસના પૈંડા થંભી ગયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2024 | 5:00 PM
Share

ત્રિકોણ બાગ પાસે બબાલ થતા સિટી બસના ડ્રાઈવર હડતાલ પર ઉતર્યા છે. રિક્ષાચાલકોએ મળીને સિટી બસના ડ્રાઈવરને માર માર્યા હોવાનો આક્ષેપ લગાવામાં આવી રહ્યો છે. આ બબાલના પગલે ત્રિકોણ બાગ ખાતે થોડીવારમાં જ સિટી બસની લાઈનો લાગી હતી.

રાજકોટમાં ત્રિકોણ બાગ પાસે રિક્ષાચાલક અને સિટી બસના ડ્રાઈવર વચ્ચે માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યુ છે. ત્રિકોણ બાગ પાસે બબાલ થતા સિટી બસના ડ્રાઈવર હડતાલ પર ઉતર્યા છે. રિક્ષાચાલકોએ મળીને સિટી બસના ડ્રાઈવરને માર માર્યા હોવાનો આક્ષેપ લગાવામાં આવી રહ્યો છે. આ બબાલના પગલે ત્રિકોણ બાગ ખાતે થોડીવારમાં જ સિટી બસની લાઈનો લાગી હતી.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર સિટી બસ ચાલકે રિક્ષાચાલકને સાઈડમાં રહેવાનું કહેતા મારામારી થઈ હતી. મારામારી થતા અંદાજે 100 જેટલી સિટી બસ રસ્તા પર થંભી ગઈ હતી અને સિટી બસના ડ્રાઈવરોએ હડતાલ પાડી હતી. જેના પગલે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">