NDA ની સરકાર રચવા દિલ્હીમાં દિવસભર ચાલ્યો ધમધમાટ, ગુજરાતમાંથી આટલા હશે પ્રધાન !

|

Jun 06, 2024 | 6:36 PM

આજે ગુરુવાર સવારથી જ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળની રચનાને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે. જે પી નડ્ડાના ઘરે ભાજપના સંગઠન મહામંત્રી બી એલ સંતોષ અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના દત્તાત્રેય હોસબોલે સહિતના નેતાઓની બેઠકે મોદી મંત્રીમંડળને આકાર આપી દીધો હોવાનું માનવામાં આવે છે.

દિલ્હીમાં એનડીએની ગઈકાલ બુધવારે સાંજે યોજાયેલી બેઠકમાં સર્વાનુમતે નરેન્દ્ર મોદીને એનડીએના નેતા પસંદ કર્યા બાદ, હવે કેન્દ્રમાં સરકાર બનાવવાની કવાયત તેજ થઈ છે. આજે સવારથી જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ભાજપના સાંસદો અને એનડીએના ઘટક પક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યાં છે. આવા સંજોગોમાં એ વાત સ્પષ્ટ થાય છે કે, મોદીનું મંત્રીમંડળ પ્રારંભમાં નાનુ હોઈ શકે છે.

આજે ગુરુવાર સવારથી જ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળની રચનાને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે. જે પી નડ્ડાના ઘરે ભાજપના સંગઠન મહામંત્રી બી એલ સંતોષ અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના દત્તાત્રેય હોસબોલે સહિતના નેતાઓની બેઠકે મોદી મંત્રીમંડળને આકાર આપી દીધો હોવાનું માનવામાં આવે છે.

ગુજરાતને લાગે છે ત્યા સુધી ગુજરાતમાંથી અમિત શાહ અને રાજ્યસભામાં ચૂંટાયેલા એસ જયશંકરનુ સ્થાન નક્કી છે. જો કે, કોરોનાકાળમાં સારી કામગીરી કરનાર આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને પણ સ્થાન મળે તેમ લાગી રહ્યું છે. આજે મનસુખ માંડવિયા અને અશ્વિની વૈષ્ણવને બે વાર જે પી નડ્ડાએ બોલાવ્યા હતા.

આ ઉપરાંત રાજનાથસિંહ, નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, ગજેન્દ્ર સિંહ શેખાવત, ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, એસ જયશંકર અને નિર્મલા સીતારમણના નામ નક્કી માનવામાં આવી રહ્યાં છે.

આવતીકાલ શુક્રવારે પાર્લામેન્ટના હોલમાં, એનડીએના ઘટકદળના સાંસદોની એક બેઠક યોજાનાર છે. જેમાં એનડીએના ઘટકદળના મુખ્યપ્રધાનો પણ હાજર રહેશે. આ બેઠક બાદ, રાષ્ટ્રપતિને મળીને, દેશમાં એનડીએની સરકાર રચવાનો દાવો રજૂ કરાશે. ત્યાર બાદ એવુ માનવામાં આવે છે કે, મોદી મંત્રીમંડળની શપથવિધિ આગામી 9 જૂનના રોજ સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાશે.

 

Published On - 6:33 pm, Thu, 6 June 24

Next Video