Rajkot : શ્રાવણ માસમાં મનપાના આરોગ્ય વિભાગની કાર્યવાહી,અલગ-અલગ એકમોમાંથી ફરાળી વાનગીઓના નમૂના લીધા, જુઓ Video

Rajkot : શ્રાવણ માસમાં મનપાના આરોગ્ય વિભાગની કાર્યવાહી,અલગ-અલગ એકમોમાંથી ફરાળી વાનગીઓના નમૂના લીધા, જુઓ Video

| Edited By: | Updated on: Jul 30, 2025 | 2:09 PM

શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે કેટલાક શ્રદ્ધાળુ ભક્તો દ્વારા શ્રાવણ માસમાં ઉપવાસ કરવામાં આવે છે. જેના પગલે બજારમાં ફરાળમાં ખાવા લાયક અનેક વસ્તુઓ મળતી હોય છે. રાજકોટમાં શ્રાવણ માસમાં મનપાના આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.

શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે કેટલાક શ્રદ્ધાળુ ભક્તો દ્વારા શ્રાવણ માસમાં ઉપવાસ કરવામાં આવે છે. જેના પગલે બજારમાં ફરાળમાં ખાવા લાયક અનેક વસ્તુઓ મળતી હોય છે. રાજકોટમાં શ્રાવણ માસમાં મનપાના આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં અલગ-અલગ એકમોમાંથી ફરાળી વાનગીઓના નમૂના લીધા છે. યુનિવર્સિટી રોડ, પુષ્કરધામ રોડ પરથી 5 દુકાનમાંથી નમૂના લીધા હતા. તેમજ સાબુદાણા ખીચડી, ચેવડો, રાજગરાના લોટના નમૂના લેવાયા છે.

શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો

બીજી તરફ બનાસકાંઠાના વાવમાં સુરભી ટ્રેડર્સમાં ફૂડ વિભાગના દરોડા પડ્યા છે. શંકાસ્પદ ઘીનું વેચાણ કરવાના આશંકાએ તપાસ હાથ ધરવામાં આવી છે. સંયમ નામે વેચાણ કરાતો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 3.95 લાખની કિંમતનો 553 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ઘીના નમૂના લઈ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો