રિવાબાની મદદથી એક દીકરીના સપનાને મળી નવી પાંખો, આર્થિક તંગીને કારણે અધવચ્ચે અભ્યાસ છોડી દેનાર દીકરીની વ્હારે આવ્યા મંત્રી- જુઓ Video

ગુજરાતના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાની મદદની કારણે એક અભ્યાસ છોડી દેનારી કિશોરીના ફરી સ્કૂલે જવાના સપનાને પાંખો મળી છે. આર્થિક તંગીને કારણે કિશોરીએ અભ્યાસ અધવચ્ચે જ મુકી દીધો હતો. શાળાની મુલાકાત દરમિયાન જ્યારે શિક્ષણમંત્રીને આ વાતની જાણ થઈ તો તેમણે કિશોરી માટે મદદનો હાથ લંબાવ્યો.

| Edited By: | Updated on: Jan 22, 2026 | 9:18 PM

વડોદરામાં એક ભાવુક કરી દેનારી હ્રદયસ્પર્શી ઘટના બની. જેમા શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ અધવચ્ચે અભ્યાસ છોડી દેનારી ગરીબ પરીવારની દીકરીની મદદ કરીને તેના સ્કૂલે જવાના સપનાને ફરી પાંખો આપવાનું કામ કર્યુ છે. ગરીબ પરિવારની દીકરી પ્રત્યે શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ માનવીય અભિગમ બતાવી બાળકીના અભ્યાસ માટે પુસ્તકો, ફી અને યુનિફોર્મ સહિતની તમામ વ્યવસ્થા કરી આપી. બન્યુ એવુ કે શિક્ષણમંત્રી રિવાબા જાડેજા  શાળાની મુલાકાત માટે ગયા ત્યારે એક બાળકીએ મંત્રી રિવાબા સમક્ષ રજૂઆત કરી કે મારી બહેન ભણી શકતી નથી. વિદ્યાર્થિનીની વાત સાંભળીને તરત રીવાબા જાડેજા અભ્યાસ છોડી દેનારી કિશોરીના ઘરે પહોંચ્યા હતા

રિવાબા જાડેજાએ કિશોરીના વાલીને ખાતરી આપી કે તમારે કોઈ ચિંતા કરવાની નથી તમારી નબળી આર્થિક પરિસ્થિતિની કોઈ અસર દીકરીના અભ્યાસ પર નહીં પડે. અભ્યાસ માટે પુસ્તકોથી લઈને ફી સુધીની તમામ વ્યવસ્થા કરવામાં આવશે. શિક્ષણમંત્રીએ સમજાવ્યા બાદ કિશોરીના વાલીએ પોતાની પુત્રીને ફરી શાળાએ મોકલવા માટે નિર્ણય કર્યો છે.

અધવચ્ચે અભ્યાસ છોડ્યા બાદ ફરી શાળાએ જવાની તક મળતા કિશોરીની આંખ હર્ષના આંસુથી છલકાઈ ગઈ હતી. નાની ઉંમરમાં ભણવાના તૂટેલા સપનાને ફરી પાંખો મળતા દીકરી અત્યંત ભાવુક થઈ ગઈ હતી. આ તકે શિક્ષણમંત્રીની હાજરીમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ફરી શાળાએ જવાની તક મળતા બાળકીએ ખુશી વ્યક્ત કરી હતી અને ભણી-ગણીને જીવનમાં કંઈક બનવાની ઈચ્છા વ્યક્ત કરી.

 

Breaking News: ગુજરાતમાં 3 IAS અધિકારીની બદલી, સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલને સોંપાઈ નવી જવાબદારી- વાંચો