ખાતરમાં ભાવ વધારાથી ખેડૂતો પર ભારણ વધ્યું, ખેતીના પડતર ખર્ચમાં વધારો થયો
IFFCO દ્વારા ખાતરની પ્રતિ બેગ પર રૂ. 265 નો ધરખમ વધારો ઝીંકાયો છે. અગાઉ પ્રતિ બેગ ભાવ 1175 રૂપિયા હતો જેનો ભાવ હવે 1440 રૂપિયા થયો.
JAMNAGAR : પેટ્રોલ ડીઝલ અને બીયારણના ભાવ વધારા બાદ હવે ખાતરના ભાવમાં પણ વધારો થતા ખેડૂતોમાં રોષ છે. ખેડૂતો માટે હવે ખેતી કરવી ખૂબ ખર્ચાળ સાબીત થઈ રહી છે. તેમની માંગ છે ભાવવધારો પરત ખેંચવામાં આવે નહી તો સરકાર ઉગ્ર આંદોલન માટે તૈયાર રહે.
IFFCO દ્વારા ખાતરની પ્રતિ બેગ પર રૂ. 265 નો ધરખમ વધારો ઝીંકાયો છે. અગાઉ પ્રતિ બેગ ભાવ 1175 રૂપિયા હતો જેનો ભાવ હવે 1440 રૂપિયા થયો. એ જ રીતે ઈફ્કો NPK નો ભાવ અગાઉ 1185 રૂપિયા હતો. જે વધી 1450 રૂપિયા થયો છે. જયેશ દેલાડે સહિત ખેડૂતોએ ભાવ વધારો પરત ખેંચવાની માગ કરી હતી.
ખાતરના વધતા ભાવથી ખેડૂતોની કમ્મર તૂટી ગઈ છે.ખાતરની બેગ દીઠ રૂ.265 વધતા ખેડૂતોને ખેતીમાં પડતર ખર્ચ વધ્યો છે. જામનગરના ખેડૂતો માટે ખેતી કરવી ખોટનો વ્યવસાય બની છે.ત્યારે ખાતરમાં ભાવ વધારો પરત ખેંચવા ખેડૂતો માગ કરી રહ્યા છે.
દેશમાં રાસાયણિક ખાતર બનાવતી સંસ્થા IFFCOએ ખાતરના ભાવમાં વધારો કરતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. રાસાયણિક ખાતરોના ભાવ વધારા સામે કિસાન સંઘે વિરોધ વ્યક્ત કર્યો છે અને ખાતરોનો ભાવ વધારો પાછો ખેંચવા કિસાન સંઘે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા 11 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરાયા
આ પણ વાંચો : જનતાની હથેળીમાં ચાંદ: ભાવનગર ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી ફરી ક્યારે શરૂ થશે? પ્રજા પાસે તો બસ વાયદા