અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા 11 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરાયા
છેલ્લા 7 વર્ષથી કોઇ પણ એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકો, લઘુમતીઓને, બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવતું હોય.
AHMEDABAD : અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે દ્વારા લઘુમતી ધરાવતા 11 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામા આવ્યા હતા.નવા 9 પાકિસ્તાની હિન્દુઓની નાગરિકતા માટેનું અરજીપત્રક સ્વીકારીને આગામી નાગરીકતા પ્રક્રિયા માટે એનાયત કરવામાં આવ્યું હતું.અત્રે નોંધનીય બાબત છે કે, રાજ્ય અને કેન્દ્રની IB ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકારપત્ર એનાયત કરવામાં આવે છે. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે.
ખૂબ જ ટૂંકા ગાળામાં આ 9 વ્યક્તિઓની પણ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને તેઓને પણ નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે,છેલ્લા 7 વર્ષથી કોઇ પણ એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકો, લઘુમતીઓને, બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવતું હોય.જે સંદર્ભે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 868 લોકોને નાગરિકતા પત્ર અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા એનાયત કરવામાં આવ્યા છે.
A special camp was organized at the Collectorate in which 11 Citizenship Letters and 9 Acceptance Letters were issued to eligible migrants@PMOIndia @HMOIndia @CMOGuj @HMofficeGujarat @pkumarias @ahmedabad_info pic.twitter.com/mOIy0zq4oV
— Ahmedabad Collector (@CollectorAhd) October 16, 2021
ઉલ્લેખનીય છે કે ગત ઓગષ્ટ મહિનામાં રાજ્યના તત્કાલીન ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ આવતા હિન્દુઓને કોઈપણ પ્રકારની તકલીફના પડે એ માટે રાજય સરકાર કટિબધ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે સ્થળાંતરિત થઇને આવેલ હિન્દુ નાગરિકોને ગુજરાતમાં રહેવા સહિત રાશન અને એમના બાળકોને શિક્ષણ સહિતની સુવિધાઓ રાજય સરકાર દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાની હિંદુ નાગરિકોને પડતી વ્યવહારીક મુશ્કેલીઓનો સત્વરે નિકાલ કરાશે, તેમજ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને આ નાગરિકોને કોરોનાથી રક્ષિત કરવા રસી આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ઇદની ઉજવણીને લઈને રાજ્ય સરકારે જાહેર કરી ગાઇડલાઈન, જાણો જુલૂસ કાઢવા અંગે મહત્વપૂર્ણ નિયમો
આ પણ વાંચો : કિસાનસંઘે CMને પત્ર લખી રાસાયણિક ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવાની કરી માંગ