અમદાવાદ વીડિયો : શેઠ સી. એન. વિધાવિહારે તેની સ્થાપનાના 111 વર્ષ પૂર્ણ થતા ‘રસોત્સવ’ કાર્યક્રમ યોજાયો, ભૂતપૂર્વ  વિદ્યાર્થીઓએ યાદો તાજી કરી

અમદાવાદ વીડિયો : શેઠ સી. એન. વિધાવિહારે તેની સ્થાપનાના 111 વર્ષ પૂર્ણ થતા ‘રસોત્સવ’ કાર્યક્રમ યોજાયો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ યાદો તાજી કરી

| Edited By: | Updated on: Feb 25, 2024 | 2:01 PM

અમદાવાદની ખ્યાતનામ શેઠ સી. એન. વિધાવિહારે તેની સ્થાપનાના 111 વર્ષ પૂર્ણ કર્યા તેની ખાસ ઉજવણી કરી. ત્રણ-ચાર દાયકાઓ પૂર્વે શાળાની જે બેન્ચ પર વિદ્યાર્થીઓ બેસતા હતા. તે ક્ષણોને અમદાવાદ, અમેરિકા સહિત વિદેશમાં રહેતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં અને તે જ બેન્ચ પર બેઠા જયાં પહેલા રોજ બેસતા હતા.

જવાનીમાં કે વૃદ્ધાવસ્થામાં જો કોઇ સૌથી વધારે યાદ આવતી જગ્યા હોય તો તે સ્કૂલ છે.  દરેક વિદ્યાર્થીના જીવનના યાદગાર દિવસો શાળાના હોય છે. અમદાવાદની ખ્યાતનામ શેઠ સી. એન. વિધાવિહારે તેની સ્થાપનાના 111 વર્ષ પૂર્ણ કર્યા તેની ખાસ ઉજવણી કરી. ત્રણ-ચાર દાયકાઓ પૂર્વે શાળાની જે બેન્ચ પર વિદ્યાર્થીઓ બેસતા હતા. તે ક્ષણોને અમદાવાદ, અમેરિકા સહિત વિદેશમાં રહેતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં અને તે જ બેન્ચ પર બેઠા જયાં પહેલા રોજ બેસતા હતા.

એટલું જ નહીં પૂર્વ વિધાર્થી સમુદાય માટે ‘રસોત્સવ’ કાર્યક્રમ હેઠળ સંસ્થાના ક્લાસરૂમ ખુલ્લા રાખવામા આવ્યા. જ્યાં પૂર્વ વિધાર્થીઓએ તેમના ક્લાસરુમની મુલાકાત લઈ ત્યાં બેસીને શાળા સમયના સંસ્મરણો તાજા કર્યા. આ કાર્યક્રમમાં 1954ની બેચથી લઈ 2020ની બેચ સુધીના 2500 વિદ્યાર્થીઓ જોડાયા હતા. શાળાની યાદો તાજી થાય તે માટે જુના ફોટોની વોલ પણ તૈયાર કરાઈ હતી. જૂના વિદ્યાર્થીઓ શાળા પાસેથી મેળવેલા જ્ઞાનની વાત પણ કરી અને શાળાનો તેમના જીવનમાં કેટલો ફાળો રહ્યો તેની પણ વાત કરી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો