Surendranagar : પ્રાથમિક સુવિધા ન મળતા લોકોમાં રોષ, 5 ગામના લોકોએ સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઇવે પર કર્યો ચક્કાજામ, જુઓ Video

Surendranagar : પ્રાથમિક સુવિધા ન મળતા લોકોમાં રોષ, 5 ગામના લોકોએ સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઇવે પર કર્યો ચક્કાજામ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2023 | 6:18 PM

આ પાંચ ગામના લોકોને રોડ અને પાણી સહિતની પ્રાથમિક સુવિધા ન મળતા રાજસીતાપૂર નજીક મુખ્ય હાઇવે બ્લોક કરી દીધો હતો. તંત્ર વિરુદ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર કરતા લોકોની પોલીસે અટકાયત કરી હતી. રાજસીતાપુર, ભારદ, રાજચરાડી, સરવાળ સહિતના ગામોમાં સારા રસ્તા ન હોવાથી લોકોએ વિરોધ કર્યો હતો. ચક્કાજામના પગલે વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા.

Surendranagar : સુરેન્દ્રનગરના પાંચ ગામમાં પ્રાથમિક સુવિધા (Basic Facilities) ન મળતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પ્રાથમિક સુવિધાના અભાવથી રોષે ભરાયેલા લોકોએ સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઇવે ચક્કાજામ કર્યો હતો. આ પાંચ ગામના લોકોને રોડ અને પાણી સહિતની પ્રાથમિક સુવિધા ન મળતા રાજસીતાપૂર નજીક મુખ્ય હાઇવે બ્લોક કરી દીધો હતો.

આ પણ વાંચો Surendranagar :ખેડૂતોને શાકભાજીનો પૂરતો ભાવ ન મળતા, પશુઓને ખવડાવવા મજબૂર, જુઓ Video

તંત્ર વિરુદ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર કરતા લોકોની પોલીસે અટકાયત કરી હતી. રાજસીતાપુર, ભારદ, રાજચરાડી, સરવાળ સહિતના ગામોમાં સારા રસ્તા ન હોવાથી લોકોએ વિરોધ કર્યો હતો. ચક્કાજામના પગલે વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા.

 સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 15, 2023 06:15 PM
g clip-path="url(#clip0_868_265)">