કલ્યાણપુરના પાનેલી ગામે એરફોર્સનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન, નદીમાં ફસાયેલા 3 લોકોને બચાવ્યા, જુઓ Video

કલ્યાણપુરના પાનેલી ગામે એરફોર્સનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન, નદીમાં ફસાયેલા 3 લોકોને બચાવ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Jul 22, 2024 | 9:45 PM

દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુરના પાનેલી ગામે નદીમાં ફસાયેલા 3 લોકોનું હેલિકોપ્ટરથી રેસક્યુ કરવામાં આવ્યું છે. રેસ્ક્યુ માટે રસ્તામાં પાણી હોવાથી NDRF પહોંચવામાં સફળ ના થતા હેલિકોપ્ટરથી રેસ્ક્યું હાથ ધરવામાં આવ્યું હતું. ભારે વરસાદને કારણે 3 લોકો પાનેલી ગામની નદીમાં ફસાયા હતા. તેમને બચાવી લેવાયા છે.

દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુરના પાનેલી ગામે નદીમાં ફસાયેલા 3 લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બે કલાકથી નદીમાં ફસાયેલા ત્રણ લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. આ માટે સ્થાનિક પ્રશાસન સાથે મળીને સાંસદ પૂનમ માડમે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરાવી આપી હતી.

ત્રણ લોકોના રેસ્ક્યુ માટે રસ્તામાં પાણી હોવાથી NDRF પહોંચવામાં સફળ ના થતા હેલિકોપ્ટરથી રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું. ભારે વરસાદને કારણે 3 લોકો પાનેલી ગામની નદીમાં ફસાયા હતા. તેમને બચાવી લેવાયા છે. આ ઉપરાંત ભારે વરસાદને પગલે કલ્યાણપુર તાલુકામાં કેશવપુરા ગામે પાણીમાં ફસાયેલા 4 વ્યક્તિ, ટંકારિયા ગામે 4 વ્યક્તિને વહિવટી તંત્ર દ્વારા બચાવી લેવામાં આવ્યા છે.