બનાસકાંઠાઃ બટાકા ઉત્પાદન કરતા ખેડૂતોએ કોલ્ડ સ્ટોરેજમાં ચૂકવવું પડશે વધારે ભાડું, જાણો
કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. મજૂરી અને વીજળી બીલમાં વધારો થવાને લઈને હવે ભાવ વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતોએ આમ હવે કટ્ટા દીઠ વધારે ભાડું અગાઉ કરતા ચૂકવવું પડશે. બનાસકાંઠા જિલ્લાના કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશને બટાકાના ઉત્પાદનની શરુઆત પહેલા જ આ ભાવ વધારો જાહેર કર્યો છે.
બનાસકાંઠા જિલ્લાના કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશને હવે ભાડામાં વધારો કર્યો છે. બટાકા હવે ઉત્પાદન થવાની તૈયારીઓ શરુ થઈ છે, ત્યારે જ હવે ભાવમાં વઘારો કરવામાં આવ્યો છે. જિલ્લા કોલ્ડ સ્ટોરેજ સંચાલકો દ્વારા મજૂરી અને વીજળી બીલમાં વધારો થવાને લઈ ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યુ છે.
આ પણ વાંચો: પ્રધાનમંત્રી મુદ્રા લોનના બહાને મહિલાઓ સાથે છેતરપિંડી, દસ્તાવેજનો ઉપયોગ કરી મોબાઈલ ખરીદી લીધા
પ્રતિ કટ્ટા દીઠ હવે ભાવમાં 10 રુપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે. આમ હવે ખેડૂતોએ કોલ્ડ સ્ટોરેજમાં રાખવાના થતા ખેત પેદાશો પર વધારે ભાડું ચુકવવું પડશે. બનાસકાંઠા જિલ્લાાં ખાસ કરીને બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતોને માટે મોટો બોજો સહન કરવો પડશે. આ ભાવ વધારા સાથે હવે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો થઈ શકે છે. આમ ઉત્તર ગુજરાતમાં બટાકા ઉત્પાદન કરતા ખેડૂતોને મોટી અસર પહોંચશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
