Narmada: ઇન્દિરાસાગર ડેમમાંથી પાણીની પુષ્કળ આવક, નર્મદા ડેમની સપાટી વધી 136.00 મીટરે પહોંચી

સરદાર સરોવર નર્મદા ડેમમાં (Sardar Sarovar Narmada Dam) પાણીની આવક સતત વધી રહી છે. ઉપરવાસમાં આવેલા ઈન્દિરાસાગર ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઇ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2022 | 9:55 AM

સરદાર સરોવર ડેમમાં (Sardar Sarovar Dam) પાણીની આવક વિપુલ પ્રમાણમાં થઇ રહી છે. સરદાર સરોવરના ઉપરવાસમાં આવેલા ઇન્દિરાસાગર ડેમમાં (Indirasagar Dam) પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઇ રહી છે. જેને લઇ ડેમના દરવાજા નર્મદા ડેમની સપાટી 136.00 મીટરે પહોંચી છે અને ડેમના 10 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ઈન્દિરાસાગર ડેમમાંથી 12 ગેટ 2.50 મૂટર ખોલી 3,15,980 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. જેના પગલે નર્મદા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમમાં લાઈવ સ્ટોરેજની સ્થિતિ હાલ 4921 MCM છે.

નર્મદા ડેમની સપાટીમાં વધારો

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ઉપરવાસમાં આવેલા ઈન્દિરાસાગર ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઇ રહી છે. જેથી ઈન્દિરાસાગર ડેમમાંથી 12 ગેટ 2.50 મીટર ખોલી 3,15,980 ક્યુસેક પાણી છોડાઇ રહ્યુ છે. નર્મદા ડેમની સપાટી હાલ 136.00 મીટર છે. પણ ઇન્દિરાસાગર ડેમમાંથી છોડાઇ રહેલા પાણીના પગલે નર્મદા ડેમમાં પાણીની આવક 1 લાખ 92 હજાર 246 ક્યુસેક છે. હાલ સરદાર સરોવર ડેમના 10 દરવાજા 1.5 મીટર ખોલી 1,00,000 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યું છે. જેના પગલે રિવરબેટ પાવર હાઉસના 6 વીજમથક ચાલુ કરી 43,685 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે. તો નર્મદા ડેમમાંથી કેનાલમાં 17,859 ક્યુસેક પાણી છોડાઇ રહ્યુ છે. નર્મદા ડેમમાં લાઈવ સ્ટોરેજની સ્થિતિ હાલ 4921 MCM છે.

નર્મદા ડેમના 13 દરવાજા બંધ કરવામાં આવ્યા

અગાઉ નર્મદા ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યુ હતુ. જો કે હવે ડેમના 13 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ભરૂચમાં (Bharuch) સંભવિત પૂરનું જોખમ ટાળવા માટે આખરે નર્મદા ડેમના (Narmada Dam) 13 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ગુજરાતની(Gujarat) જીવાદોરી સમાન નર્મદા ડેમની (Narmada Dam) જળ સપાટી વધતા ખેડૂતોને સિંચાઈના પાણી માટે મોટી રાહત થશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">