પંચાયત વિભાગની 13651 જગ્યા પર ભરતી પ્રક્રિયા, પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન થાય તે માટે સરકાર કટિબદ્ધ : બ્રિજેશ મેરજા

પંચાયતોની ખાલી જગ્યા ભરવાની ચાલી રહી છે પ્રક્રિયા. પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન થાય તે માટે સરકાર કટિબદ્ધ. વડોદરામાં હાજર રહેલા શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાએ આ મહત્વનું નિવેદન આપ્યું હતું.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Jul 24, 2022 | 7:11 AM

Vadodara: પંચાયતોની ખાલી જગ્યા ભરવાની ચાલી રહી છે પ્રક્રિયા. પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન થાય તે માટે સરકાર કટિબદ્ધ. વડોદરામાં હાજર રહેલા શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાએ આ મહત્વનું નિવેદન આપ્યું હતું. પંચાયતોમાં ખાલી જગ્યાઓ અને ભરતી અંગે બ્રિજેશ મેરજાએ કહ્યું કે, પંચાયત વિભાગની 13 હજાર 651 જગ્યાઓ પર ભરતી પ્રક્રીયા શરૂ કરી દીધી છે. 17 સંવર્ગની જગ્યા ભરવા પંચાયત સેવા પસંદગી મંડળે જાહેરાત આપી હતી. જેમાંથી 15 કેડરમાં ભરતી માટે પરીક્ષા લેવાઈ ગઈ છે. અને હજી ખાલી જગ્યાઓ ભરવા પ્રક્રિયા શરૂ છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati