સુરતના કાપડ ઉદ્યોગ પર ઘેરાયા સંકટના વાદળો, કોલસાના ભાવ બમણા થતા 50% વેપાર ઘટી ગયો

સુરતના કાપડ ઉદ્યોગ પર ઘેરાયા સંકટના વાદળો, કોલસાના ભાવ બમણા થતા 50% વેપાર ઘટી ગયો

| Edited By: | Updated on: Oct 04, 2026 | 9:18 PM

સુરતના કાપડ ઉદ્યોગ પર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે. કોલસાના ભાવ બમણા થતાં અને ડાઇઝ-કેમિકલ્સ મોંઘા થતાં ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચ્યો છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસરથી ક્રૂડ ઓઈલ વધતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધ્યો છે. પરિણામે, સુરતનો કાપડ વેપાર 50% જેટલો ઘટી ગયો છે.

સુરતનો કાપડ ઉદ્યોગ હાલમાં ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે, કાચા માલના ભાવમાં અસહ્ય વધારો અને વૈશ્વિક પરિસ્થિતિએ ઉદ્યોગકારોની ચિંતા વધારી છે. ટેક્સટાઇલ પ્રોસેસિંગમાં વપરાતા ડાઈઝ, કલર્સ અને કેમિકલ્સના ભાવ આસમાને પહોંચી ગયા છે. સૌથી મોટો ફટકો કોલસાના ભાવ વધારાથી પડ્યો છે, જે માત્ર છ મહિના પહેલા 5,000 રૂપિયા પ્રતિ ટન મળતો હતો, તે હવે બમણો થઈને 10,000 થી 11,000 રૂપિયા પ્રતિ ટન પર પહોંચી ગયો છે.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા છે. આના પરિણામે ટેક્સટાઇલ ઉદ્યોગની ઇનપુટ કોસ્ટ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. આ મોંઘવારીની સીધી અસર વેપાર પર પડી છે. સુરતનો આંતરરાજ્ય અને ઓનલાઈન કાપડ વેપાર સરેરામ 50% સુધી ઘટી ગયો હોવાના અહેવાલ છે.

આ વિકટ પરિસ્થિતિને કારણે ઉદ્યોગકારોની સ્થિતિ કફોળી બની છે. ઉદ્યોગના અગ્રણીઓનું એક પ્રતિનિધિમંડળ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીને મળ્યું હતું અને સરકાર સમક્ષ તાત્કાલિક રાહત પેકેજ તથા ન્યાય માટે ગુહાર લગાવી હતી. સુરતના લાખો લોકોના રોજગાર સાથે સંકળાયેલા આ ઉદ્યોગને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવા અત્યંત જરૂરી છે.

Input Credit- Baldev Suthar- Surat

Breaking News: “નમાઝ પઢવાના નામે ઉભો થયો કો-પાયલટ અને પછી….” સ્મિતે ઈઝરાયેલના PM સાથેની વાતચીતમાં કર્યો ખૂલાસો

Published on: Oct 04, 2026 09:17 PM
Follow Us
Loading...
Unable to load recommendations.