Ahmedabad Rathyatra 2024 : CM ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી 147મી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 07, 2024 | 7:41 AM

આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સવારે 4 વાગ્યે ભગવાનની મંગળા આરતી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથનું પ્રસ્થાન કરાવ્યું છે

Rathyatra 2024 : આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સવારે 4 વાગ્યે ભગવાનની મંગળા આરતી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથનું પ્રસ્થાન કરાવ્યું છે. રથયાત્રા પહેલા ભૂપેન્દ્ર પટેલે સોનાના સાવરણીથી પહિંદ વિધિ કરી છે.  પહિંદ વિધિ બાદ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન ગુહ પ્રધાન હર્ષ સંઘવી પણ મંદિરમાં હાજર રહ્યાં છે.

અમિત શાહે કરી મંગળા આરતી

અમદાવાદના જમાલપુુરમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરમાં સવારે 4 કલાકે જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પહોંચી ગયા હતા અને તેમણે મંગળા આરતીમાં ભાગ લીધો છે. અમિત શાહે ભગવાન જગન્નાથની આરતી ઉતારી. મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં ભાગ લેવા જોડાયા છે.

લોખંડી સુરક્ષા સાથે નીકળી રથયાત્રા

રથયાત્રાની લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. 18,784 સુરક્ષાકર્મીઓની સમગ્ર રૂટ પર ફરજ પર છે. 4,500થી વધુ સુરક્ષાકર્મીઓનો મુવિંગ બંદોબસ્ત ગોઠવાયો છે.  રથ, અખાડા અને ભજન મંડળીની સુરક્ષામાં તૈનાત કરાયા છે. ટ્રાફિક નિયમન માટે 1,931 સુરક્ષાકર્મી છે. તો 16 ક્રેઈનની વ્યવસ્થા ગોઠવાઈ છે. 47 સ્થળ પરથી 96 કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે.